ગુનેગારોને મારમારતો ભાવનગર પોલીસનો જૂની ઘટનાને હાલની ગણાવવામાં આવી રહી… જાણો શું છે સત્ય….
આ ઘટના હાલમાં નહીં પરંતુ વર્ષ 2018માં બનવા પામી હતી. કુખ્યાત આરોપી શૈલેષ ઘાધલિયા નામના આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતુ.
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઓફડ્રેસમાં જોવા મળતા પોલીસ અધિકારી ત્રણ આરોપીને રોડની વચ્ચે બેસાડી માફી મંગાવી રહ્યા છે. તેમજ આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાવનગર પોલીસ દ્વારા હાલમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાતી કલાકાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાવનગર પોલીસ દ્વારા હાલમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર મેટ્રો ઈન્ડિયા ન્યુઝ દ્વારા 8 સપ્ટેમ્બર 2018ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટનાનો સંપર્ણ વીડિયો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
અમને સપ્ટેમ્બર 2018માં ઘણી ગુજરાતી સમાચાર વેબસાઇટ્સ દ્વારા અપલોડ કરવામાં આવેલો આ જ વિડિયો મળ્યો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, "ભાવનગરમાં ડોન તરીકે ચીડવતા લોકોને બહાર કાઢતા બહાદુર PI મિશ્રાનો વીડિયો અવશ્ય જોવો." અહીં સમાન વીડિયો સમાચાર અહેવાલ જુઓ. વીડિયોના વર્ણનમાં લખ્યું છે કે, "ભાવનગર પોલીસ દ્વારા શૈલેષ ધાંધલિયાનું સરઘસ કાઢે છે."
તેમજ વધુ સર્ચ કરતા અમને દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “ભાવનગરના ખુંખાર આરોપી શૈલેષ ધાંધલ્યાને પોલીસે જાહેરમાં ચખાડ્યો મેથીપાક, PI પર કર્યું હતું ફાયરિંગ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના હાલમાં નહીં પરંતુ વર્ષ 2018માં બનવા પામી હતી. કુખ્યાત આરોપી શૈલેષ ઘાધલિયા નામના આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતુ.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ગુનેગારોને મારમારતો ભાવનગર પોલીસનો જૂની ઘટનાને હાલની ગણાવવામાં આવી રહી... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: Missing Context