સાત વર્ષ જૂના વિડિયોને હાલના પંજાબના નશાના વિડિયો તરીકે ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
આ વિડિયો વર્ષ 2015થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર વર્ષ 2022માં પંજાબમાં બની છે. જેથી કહી શકાય કે આ વિડિયોને ખોટી રીતે આમ આદમી પાર્ટી સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે દિલ્હીની આમ આદમી પાર્ટીનું જોર વધતુ જણાતા સોશિયલ મિડિયામાં પણ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહ્યી છે હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને લઈને સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે યુવતીઓ ડ્રગ્સ લેતી જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબ સરકાર બન્યા બાદ પણ યુવતીઓ દ્વારા ડ્રગ્સ લેવામાં આવી રહ્યુ છે અને વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rajendra Raj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પંજાબ સરકાર બન્યા બાદ પણ યુવતીઓ દ્વારા ડ્રગ્સ લેવામાં આવી રહ્યુ છે અને વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે કીફ્રેમ થી વિડિયોને કટ કરી અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો I Love Ludhiana નામના ફેસબુક પેજ પર અમને આ જ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 26 જૂન 2015ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, “સોશિયલ નેટવર્ક પર એક વિડિયો સંપૂર્ણ રીતે વાયરલ થયો છે જેમાં 2 છોકરીઓ ધંધાના સ્થળે ડ્રગ્સ કરતી જોવા મળી રહી છે. યુવતીઓને ડ્રગ્સ કરતી રેકોર્ડ કરવામાં આવી હતી અને વિડિયો સોશિયલ નેટવર્ક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. રેકોર્ડ કરવામાં આવેલ વિડિયોને વિવિધ ફેસબુક પેજ પર 10 લાખથી પણ વધુ લોકોએ જોયો હતો. વિડિયોએ ફરી એકવાર પંજાબની ચોંકાવનારી સ્થિતિને ઉજાગર કરી છે જ્યાં 70% થી વધુ યુવાનો ડ્રગ્સ પર છે.”
તેમજ અહી નોંધ લેવા જેવી વાત એ છે કે, આ વિડિયો 28 જૂન 2015ના રોજ ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો હતો.
તેમજ 10 માર્ચ, 2022ના રોજ પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ પંજાબમાં ચૂંટણી જીતી અને 16 માર્ચ 2022 ના રોજ ભગવંત માનએ પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
પરિણામ
આમ અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, વાયરલ વિડિયોને લઈને સોશિયલ મિડિયા પર જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. આ વિડિયો તાજેતરનો નથી પરંતુ 7 વર્ષ જૂનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:સાત વર્ષ જૂના વિડિયોને હાલના પંજાબના નશાના વિડિયો તરીકે ગણાવવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: Missing context