નીતિન પટેલે હાર્દિક પટેલને મૂર્ખ કહ્યો… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતિનભાઈ પટેલ પોતાની જ પાર્ટીમાં જોડાયેલા પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલને મૂર્ખ કહી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 નો છે. જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા અને તેમણે ભરેલા ઉમેદવારી પત્રને ચૂંટણી પંચ દ્વારા રદ્દ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ નીતિન પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તે સમયનો આ વીડિયો છે. આ વીડિયોને ગુજરાતની તાજેતરની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Banni Gajera નામના ફેસબુક યુઝર દ્વારા 13 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, #કાકા ને ચુંટણી ના લડવા દીધા નક્કર કાકા CM ફાઇનલ હોત.... #Hardik ભાઈ ને મસ્ત સમજણ આપી જોવો... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નીતિનભાઈ પટેલ પોતાની જ પાર્ટીમાં જોડાયેલા પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલને મૂર્ખ કહી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ઝી 24 કલાક દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 22 નવેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2017 માં વિધાનસભાની ચૂંટણી સમયે જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા અને તેમણે ભરેલા ઉમેદવારી પત્રને ચૂંટણી પંચ દ્વારા રદ્દ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ નીતિન પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તે સમયનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. DeshGujaratHD | ABP NEWS
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 નો છે. જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા અને તેમણે ભરેલા ઉમેદવારી પત્રને ચૂંટણી પંચ દ્વારા રદ્દ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ નીતિન પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી હતી તે સમયનો આ વીડિયો છે. આ વીડિયોને ગુજરાતની તાજેતરની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી.
Title:નીતિન પટેલે હાર્દિક પટેલને મૂર્ખ કહ્યો... જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: Missing Context