ખાલિસ્તાનની માંગ સાથે વાયરલ થઈ રહેલી તસ્વીરને ખેડૂત આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ખાલિસ્તાન તરફી સંગઠન દ્વારા એક દાયકા પહેલા આયોજિત એક કાર્યક્રમની આ તસવીરને ખોટી રીતે ખેડૂતોના ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યી છે.

ખેડૂતોની હડતાળ દરમિયાન ખાલિસ્તાનીની માંગ સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ખેડૂત આંદોલન દરમિયાન ખાલિસ્તાનની માંગ કરવામાં આવી રહી હોવાની આ તસ્વીર છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ખેડૂત આંદોલન દરમિયાન ખાલિસ્તાનની માંગ કરવામાં આવી રહી હોવાની આ તસ્વીર છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ઈમેજ વર્ષ 2013માં બનેલી ઘટનાની છે. આ તસવીર 2013થી સ્ટોક ઈમેજ વેબસાઈટ ગેટ્ટી ઈમેજીસ પર ઉપલબ્ધ છે.  

જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, 6 જૂન, 2013ના રોજ, ખાલિસ્તાની સંગઠનો ઓપરેશન બ્લુ સ્ટારની વર્ષગાંઠના દિવસે ઘલ્લુઘરા દિવસ (શીખ નરસંહાર દિવસ) નિહાળવા માટે અમૃતસરના સુવર્ણ મંદિરમાં એકત્ર થયા હતા. આ તસવીર આ સમયે લેવામાં આવી હતી. નીચે આપણે નરિન્દર નન્નુની બીજી તસવીર જોઈ શકીએ છીએ, આ તસવીર પણ આ જ ઘટનાની છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ખાલિસ્તાન તરફી સંગઠન દ્વારા એક દાયકા પહેલા આયોજિત એક કાર્યક્રમની આ તસવીરને ખોટી રીતે ખેડૂતોના ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ખાલિસ્તાનની માંગ સાથે વાયરલ થઈ રહેલી તસ્વીરને ખેડૂત આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False