શું ખરેખર ભાજપાના સાંસદ રૂપા ગાંગુલીને CBIએ હાલમાં બાલ તસ્કરી મામલે નોટીસ મોકલી….?જાણો શું છે સત્ય…..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Nirmal Surti નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘बाल तस्करी में बीजेपी सांसद रुपा गांगुलीको CID ने भेजा नोटिस, भाजपा के राष्ट्रीय महासचिव पर भी आरोप’ आरोपલખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપના સાંસદ રૂપા ગાંગુલીને CID દ્વારા નોટીસ મોકલવામાં આવી.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર ‘बाल तस्करी में बीजेपी सांसद रूपा गांगुली को CID ने भेजा नोटिस’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્ચુ હતુ કે, વર્ષ 2017માં રૂપા ગાંગૂલીને CBI દ્વારા નોટીસ આપવામાં આવી હતી. હાલ આ કોઈ નોટીસ રૂપા ગાંગૂલીને આપવામાં નથી. વર્ષ 2017ના જૂલાઈ મહિનામાં નોટીસ આપવામાં આવી હતી, જે સમાચારને તમામ મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતા. જે આપ નીચે જોઈ શકો છો. 

ABP ASMITA.png

ABP NEWS | ARCHIVE

THE QUINT.png

THE QUINT | ARCHIVE

PUNJAB KESRI.png

PUNJAB KESRI | ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા માટે અમે સીધી જ રૂપા ગાંગૂલી જોડે વાત કરી હતી., તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘આ એકદમ ખોટી વાત છે. હાલમાં મને આ પ્રકારે કોઈ નોટિસ મળી નથી. લોકો દ્વારા ખોટી રીતે મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.’

આમ, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હકીકત અમને પ્રાપ્ત થઈ ન હતી. હાલમાં રૂપા ગાંગલૂને કોઈ નોટિસ મોકલવામાં નથી આવી. 

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હકીકત અમને પ્રાપ્ત થઈ ન હતી. હાલમાં રૂપા ગાંગલૂને કોઈ નોટિસ મોકલવામાં નથી આવી. જે અંગે ખૂદ રૂપા ગાંગૂલી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ભાજપાના સાંસદ રૂપા ગાંગુલીને CBIએ હાલમાં બાલ તસ્કરી મામલે નોટીસ મોકલી….?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •