શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિને છે 32 બાળકો…? જાણો શું છે સત્ય…

Mixture રાષ્ટ્રીય I National સામાજિક I Social

Rakesh Jha ‎નામના ફેસબુક યુઝર દ્વારા 31 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં નીચે એવું લખવામાં આવ્યું છે કે, एक मियां की 3 बीबी 32 बच्चे ?? एक झोपड़ी में.आपको यकीन न हो लेकिन ये सच है.डुमरियागंज के बनगवा बरई गांव की तस्वीर है #जनसंख्या_नियंत्रणAct सरकार से इनकी शिकायत है , इनको पर्याप्त राशन नही मिलता , इनको बड़े PM आवास चाहिए ?? एक परिवार मे एक टोला ही समाया हुआ है ..जनसंख्या नियंत्रन कानुन जल्द से जल्द लागु होनी चाहिये. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં દેખાતા વ્યક્તિને 3 બીવીઓ અને 32 છોકરા છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 31 લોકોએ લાઈક કરી હતી. 9 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 15  લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.03-15-28-18.png

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ રીતે 38 લોકોના પરિવારને સરકાર દ્વારા આવાસની સહાય ન મળી હોય અને તે માટે તેઓએ કોઈ માંગણી કરી હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા તેને પ્રસારિત કરવામાં પણ આવ્યા હોત એટલા માટે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-yandex.com-2019.08.03-15-38-22.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ધ પ્રિન્ટ દ્વારા 11 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ખરેખર આ પરિવાર તેમને સરકાર દ્વારા સરકારી આવાસ ન મળવાને કારણે નારાજ હતો, તેમજ આ પરિવાર ઉત્તરપ્રદેશના ડુમરિયાગંજનો છે. પરંતુ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમને ક્યાંય પણ એ માહિતી પ્રાપ્ત થઈ નહતી કે ફોટોમાં દેખાતા વ્યક્તિને 32 બાળકો છે. ધ પ્રિન્ટના વીડિયોમાં 1.20 મિનિટ પછી તમે પોસ્ટમાં ફોટોમાં દર્શાવેલા વ્યક્તિના મોઢેથી એ સાંભળી શકો છો કે, તેને 6 બાળકો છે અને બાકી છોકરાના છોકરા બધા સાથે મળીને કુલ 38 લોકોનો પરિવાર આ ઝૂંપડામાં રહે છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.youtube.com-2019.08.03-15-54-02.png

Archive

આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ પરિવાર ઉત્તરપ્રદેશના ડુમરિયાગંજનો છે તેમજ 38 લોકોનો આ પરિવાર છે અને એ સરકાર દ્વારા આવાસ ન મળવાથી નારાજ છે એ માહિતી સાચી છે પરંતુ આ વ્યક્તિને 32 બાળકો હોવાની વાત ક્યાંય પણ સાબિત થતી નથી.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ પરિવાર ઉત્તરપ્રદેશના ડુમરિયાગંજનો છે તેમજ સરકાર દ્વારા આવાસ ન મળવાથી નારાજ છે એ માહિતી સાચી છે પરંતુ આ વ્યક્તિને 32 બાળકો હોવાની વાત ક્યાંય પણ સાબિત થતી નથી.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિને છે 32 બાળકો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Mixture