પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો એડિટેડ અને નકલી છે. ઓરિજનલ વીડિયોમાં શિવરાજસિંહ ચૌહાણ આ પ્રકારે કોઈ નિવેદન આપી રહ્યા નથી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો એટલો દારૂ પીવળાવો કે તેઓ પીવે અને સૂઈ જાય.” આ વિડિયો પરથી લાગે છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં દારૂના સેવનને પ્રોત્સાહન આપવા વિશે બોલતા જોવા મળી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ramesh Tandiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો એટલો દારૂ પીવળાવો કે તેઓ પીવે અને સૂઈ જાય.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

અમે આ વિડિયોના સંદર્ભમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા જાણવાની તપાસ શરૂ કરી, જેના માટે અમે મુખ્યમંત્રી શિવરાજ સિંહના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ગયા. પરિણામે, અમને જાણવા મળ્યું કે તેમણે અસલ વિડિયો શેર કર્યો હતો અને કૉંગ્રેસ પર નકલી સમાચાર ફેલાવવાનો આરોપ મૂકતી ટ્વિટ પોસ્ટ કરી હતી, તેમણે મૂળ વિડિયોના કેપ્શનમાં લખ્યુ હતુ કે, “કોંગ્રેસના ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે તેમની સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. જે પણ આ નકલી વિડિયો ટ્વિટ અને વોટ્સએપ પર શેર કરી રહ્યાં છે. આ અસલ વિડિયો છે. મધ્યપ્રદેશમાં ક્ષુદ્ર રાજકારણ માટે કોઈ સ્થાન નથી!”

Archive

ઓરિજનલ વિડિયો આ જાન્યુઆરી 2020નો છે જ્યારે કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. વિડિયોના લાંબા સંસ્કરણમાં, ચૌહાણ રાજ્યની કોંગ્રેસ સરકારની દારૂની નીતિઓ પર પ્રશ્નો ઉઠાવતા જોઈ શકાય છે. પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ વિડિયો શેર કરતા શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું કે, ચારે તરફ અરાજકતાનો માહોલ છે. ખેડૂતો ડાંગર વેચતા નથી, લોન માફ નથી થઈ રહી, યુવાનોને બેરોજગારી ભથ્થું નથી મળતું. વિકાસના કામો પણ અટવાયા છે. આવી સ્થિતિમાં, સરકાર દારૂની દુકાનો ખોલીને યુવા પેઢીને બરબાદ કરવાનો ઇરાદો ધરાવે છે. અમે ચૂપ નહીં રહીશું, લડીશું. #MP_માંગે_જવાબ |

archive

તેમજ વાયરલ વિડિયો અને ઓરિજનલ વિડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો એડિટેડ અને નકલી છે. ઓરિજનલ વિડિયોમાં શિવરાજસિંહ ચૌહાણ આ પ્રકારે કોઈ નિવેદન આપી રહ્યા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા દારૂ અંગે આ પ્રકારે કોઈ નિવેદન આપ્યુ નથી... જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: False