
13 નવેમ્બરના મહારાષ્ટ્ર પોલીસે 26 નક્સલીઓનો સામનો કર્યો હતો જેમાં ટોચના આતંકવાદી માઓવાદી નેતા મિલિંદ ટેમતુમ્બડે સહિતના માર્યા ગયા હતા. આ વચ્ચે, મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદીઓને મારનાર C60 કમાન્ડોની ટીમનું ભવ્ય સ્વાગત બતાવવાનો દાવો કરતો ઉજવણીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસ અધિકારીઓ સંગીત વગાડીને અને સ્નો સ્પ્રે છાંટીને ઉજવણી કરતા જોઈ શકાય છે. ગુજરાતના પ્રતિષ્ઠિત ન્યુઝપેપર દિવ્યભાસ્કર દ્વારા આ અંગે વિસ્તૃત અહેવાલ(સંગ્રહ) પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને હાલની એન્કાઉન્ટરની ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ વિડિયો મે 2021માં કરવામાં આવેલા એન્કાઉન્ટર બાદની ઉજવણીનો વિડિયો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Divya Bhaskar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “26 નક્સલીના શબ લઈને પરત ફરેલા કમાન્ડોઝના સ્વાગતનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | FB article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે મહારાષ્ટ્રના ગઢચિરોલીના એસપી અંકિત ગોયલનો સંપર્ક કરીને અમારી તપાસ શરૂ કરી હતી, જેમણે અમને પુષ્ટિ આપી હતી કે, “આ પ્રકારે હાલમાં કોઈ ઉજવણી કરવામાં આવી નથી. નક્સલવાદી ઓના એન્કાઉન્ટર પછી કોઈ તાજેતરમાં ઉજવણી કરવામાં આવી નથી. તેણે અમને એ પણ કહ્યું કે તેમણે ટ્વિટર પર પણ આ અંગે સ્પષ્ટતા કરી છે.”
અમને તેમનું ટ્વિટ પણ મળ્યું હતુ, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, વિડિયો જૂનો છે અને તાજેતરના એન્કાઉન્ટર સાથે તેનો કોઈ સંબંધ નથી. ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “એક વિડિયો કથિત રીતે સોશિયલ મિડિયા પર પ્રસારિત થઈ રહ્યો છે જેમાં C60 જવાન ઉજવણી કરી રહ્યાં છે. આથી સ્પષ્ટ કરવા આવે છે કે તે એક જૂનો વિડિયો છે અને તાજેતરના એન્કાઉન્ટર સાથે તેને કોઈ સંબંધ નથી. #ગઢચિરોલીપોલીસ”
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 22 મે 2021ના રોજ ETV ભારત દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. પોસ્ટના કેપ્શનમાં ઉલ્લેખ કર્યો હતો કે, “પછી મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પ્રતિબંધિત સંગઠનો સામે સફળ એન્કાઉન્ટર ઓપરેશન, C-60 કમાન્ડોનું પોલીસ જિલ્લા મુખ્યાલય ખાતે અધિકારીઓ દ્વારા ‘બેન્ડ બાજા’ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.”
ETV ભારત દ્વારા પ્રકાશિત વિડિયોમાં વાયરલ વિડિયોનો ભાગ 30 સેકન્ડનો જોવા મળ્યો હતો.
આ વર્ષના મે મહિનાથી આ વિડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હોવાથી સ્પષ્ટ છે કે આ વિડિયો તાજેતરનો નથી.
અમને ગઢચિરોલી પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર મરાઠીમાં એક સ્પષ્ટીકરણ ટ્વિટ પણ કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયા પર ફરતા કેટલાક વિડિયો, જેમાં C60 ના જવાન સુત્રોચ્ચાર કરતા જોવા મળે છે, તેનો વર્તમાન ઘટના સાથે કોઈ સંબંધ નથી.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને હાલની એન્કાઉન્ટરની ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ વિડિયો મે 2021માં કરવામાં આવેલા એન્કાઉન્ટર બાદની ઉજવણીનો વિડિયો છે.

Title:ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સાથેના એન્કાઉન્ટર પછી પોલીસની ઉજવણીનો વાયરલ વિડિયો જૂનો છે…
Fact Check By: Yogesh KariaResult: Missing Context
