ખોટા આંકડા સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા બેઠક ઘાટલોડિયામાં મતદાનમાં કોઈ ધાંધલી થઈ નથી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાને જંગી બહુમતી મળી હતી. 12 તારીખે મુખ્યમંત્રી સહિતના નેતાઓ શપથ લઈ રહ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમદાવાદની ઘાટલોડિયા સીટ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા બેઠકમાં મતમાં ધાંધલી થઈ છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમદાવાદની ઘાટલોડિયા સીટ એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા બેઠકમાં મતમાં ધાંધલી થઈ છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આપને જણાવી દઈએ કે, સરકારી આંકડા મુજબ ઘાટલોડિયા વિધાનસભામાં ટોટલ મતદાર 428542 છે. જેમાં પુરૂષોની સંખ્યા 220501, મહિલાઓની સંખ્યા 208208 અને થર્ડ જેન્ડર 13 છે. એટલે આ મેસેજમાં ટોટલ મતદારનો જે 357367 આંકડો જણાવવામાં આવ્યો છે તે ખોટો છે.
ત્યારબાદ અમે એ પણ જાણવા પ્રયત્ન કર્યો હતો કે, ઘાટલોડિયા વિધાનસભામાં કેટલુ મતદાન થયુ હતુ તે જાણવા અમે માહિતી વિભાગનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર 59.71 ટકા મતદાન થયુ હતુ.
જેમાં 136498 પુરૂષોએ, 119383 મહિલાઓએ તેમજ 2 ટ્રાન્સજેન્ડર દ્વારા મતદાન કરવામાં આવ્યુ હતુ. જેની કુલ સંખ્યા 255883 છે. જે તમે નીચે જોઈ શકો છો.
FINAL-VOTEતેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ઇલેક્શન કમિશનની વેબસાઈટની મુલાકાત લીધી હતી. તેમાં માહિતી આપવામાં આવી હતી કે, ઈવીએમ માંથી કુલ 255883 વોટ નીકળ્યા હતા. તેમજ 1528 પોસ્ટલ વોટ્સ નીકળ્યા હતા. આમ ઘાટલોડિયા વિધાનસભામાં કુલ 255883 મતદારોએ વોટિંગ કર્યુ હતુ, તેમજ 196664 મતદાન કર્યુ હોવાની વાત તદ્દન ખોટી છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે અમદાવાદ કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ગેરરિતી થઈ જ નથી અને આ પ્રકારે કોઈ ગેરરિતી થઈ જ ન શકે, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવતા હોય છે. ચૂંટણીમાં 100% પારદર્શિતા રાખવામાં આવી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ખોટા આંકડા સાથે લોકોમાં ભ્રામક્તા ફેલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિધાનસભા બેઠક ઘાટલોડિયામાં મતદાનમાં કોઈ ધાંધલી થઈ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક પર મતગણનામાં ધાંધલી હોવાનો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
