જાણો રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો આ વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ બ્રાઝિલ ખાતે વર્ષ 2022 માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 2 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ગુજરાત નો VDO છે રસ્તા પર ચાલતાં પહેલાં ગુજરાત મોડલ ને ઘ્યાન માં રાખો 😂👌🏻😂 આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો આ વીડિયો ગુજરાતનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 4 જૂન, 2024 ના રોજ Portal Uai નામની ચેનલ દ્વારા પોર્ટુગિઝ ભાષામાં પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બ્રાઝિલના કાસ્કેવેલ ખાતે રસ્તા પર ચાલી રહેલી મહિલા ખાડામાં પડી તેનો આ વીડિયો છે. 

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. SBT News | Jornal da Record

અમારી વધુ તપાસમાં અમને એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા પણ આજ માહિતી અને વીડિયો 4 જૂન, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ બ્રાઝિલ ખાતે વર્ષ 2022 માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો રસ્તા પર ચાલતાં-ચાલતાં ખાડામાં પડેલી મહિલાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply