એપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા....જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સંદેશ ન્યુઝ ચેનલનું ન્યુઝ બુલેટિન છે. અને માહિતી આપવામાં આવી રહી છે. “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન હાલનું નહિં પરંતુ 19 એપ્રિલ 2020નું છે. હાલમાં આ પ્રકારના દર્દીઓ સામે આવ્યાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
N R Bhuva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “માત્ર અમદાવાદમાં જ 140 માંથી 89 દર્દીઓમાં એસિમ્પ્ટોમૈટિક લક્ષણો જોવા મળ્યા, કોઈપણ જાતના લક્ષણ વગર કોરોના ફેલાઈ રહ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને હાલમાં આ પ્રકારે લક્ષણો વગરના કેસો આવ્યા હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ આ ન્યુઝ બુલેટિનને ધ્યાનથી જોતા તેમાં “લોકડાઉન 26 DAY” લખેલુ જોવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ વિડિયો ક્લિપમાં જ્યારે વરિષ્ઠ સંવાદતા કેતન જોષી જ્યારે માહિતી આપવા સામે આવે છે ત્યારે તે માહિતી આપતા જણાવે છે કે, “આજે એએમસી કમિશ્રનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી કે, લક્ષણો વગરના દર્દીઓ સામે આવ્યા.” જે તમે નીચે જોઈ શકો છો.
હવે આપને જણાવી કે, વિજય નેહરાને અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી મે મહિનામાં જ હટાવી દેવામાં આવ્યા હતા. જેને તમામ મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા એએમસીના અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારના કેસ હાલમાં સામે નથી આવી રહ્યા. આ જૂના સમાચાર છે. આ હાલના સમાચાર નથી.”
તેમજ આ જ પ્રકારના સમાચાર ન્યુઝ 18 ગુજરાતી દ્વારા તારીખ 19 એપ્રિલ 2020ના પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે સંદેશ ન્યુઝ ચેનલના ઈન્પુટ હેડ કિર્તન પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ સમાચાર 19 એપ્રિલ 2020ના છે. હાલના હોવાની વાત તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ન્યુઝ બુલેટિન હાલનું નહિં પરંતુ 19 એપ્રિલ 2020નું છે. હાલમાં આ પ્રકારના દર્દીઓ સામે આવ્યાની વાત તદ્દન ખોટી છે.
Title:એપ્રિલ મહિનાના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા....જાણો શું છે સત્ય....
Fact Check By: Yogesh KariaResult: Missing Context