શું ખરેખર 75 વર્ષથી ઉંમરની વ્યક્તિને ઇન્કમ ટેક્ષ ભરવામાં છૂટ આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકાર દ્વારા 75 વર્ષથી ઉપરના વ્યક્તિને ઇન્કમટેક્ષ માંથી છૂટ આપવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 માર્ચ 2025ના એક પોસ્ટ […]

Continue Reading

તલવાર ચલાવવાની કુશળતા દર્શાવતી મહિલા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા નથી. જાણો શું છે સત્ય….

20 ફેબ્રુઆરી 2025ના રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક મહિલાનો તલવાર ચલાવવાની કુશળતા દર્શાવતો વીડિયો વાયરલ થયો અને દાવો કરવામાં આવ્યો કે, “દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો આ વીડિયો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં ભાજપાના નેતા પર ઈંડા ફેંકવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપા નેતા પર ઈંડા ફેંકવામાં આવ્યા તેનો નથી પરંતુ કર્ણાટકના ધારાસભ્ય પર ફેંકવામાં આવેલા ઈંડાનો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણી કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. કુલ 68 નગરપાલિકામાંથી 64 નગરપાલિકાના પરિણામોમાં ભાજપે 92 ટકા એટલે કે 59 નગરપાલિકાઓ […]

Continue Reading

મોદીના મનકી બાતને લઈ સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ જુની છે… જાણો શું છે સત્ય….

આ ન્યુઝ પેપરનું ક્ટિંગ સપ્ટેમ્બર 2021નું છે, હાલમાં મોદની મન કી બાતને લઈ આ પ્રકારે કોઈ મીડિયા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો નથી. હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં મોદીના મન કી બાતને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ન્યુઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર કેનેરા બેંકને કેનેડા સમજી ભાજપાના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

વાયરલ તસવીરમાં ડિજીટલી ફેરફાર કરવામાં આવ્યો હતો. વાસ્તવિક તસવીરમાં કેનેરા બેંક ન હતી. વાસ્તવિક ફોટો વર્ષ 2020માં ઉટીમાં ભાજપના સભ્યોની એક ઘટનાની છે. ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદ વચ્ચે, કેનેરા બેંકની શાખાની બહાર બીજેપી સમર્થકોને પ્રદર્શન કરી રહેલા કથિત રૂપે એક ફોટો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

Fake News: ચંદ્રબાબુ નાયડુનો NDA છોડવાનો દાવો ખોટો છે. જાણો શું છે સત્ય….

હાલમાં એક સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમા કેન્દ્રની સરકારના ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુના નામે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકારની બીજેપીની સરકારને ટેકો આપનાર ચંદ્રબાબુ નાયડુએ પોતાનું સમર્થન પરત લીધુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ […]

Continue Reading

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન રોઈ રહેલી મહિલાનો વીડિયો અયોધ્યાનો નથી… જાણો શું છે સત્ય….

આ વીડિયો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છે, જ્યાં દબાણ હટવવાની કામગીરી દરમિયાન આ મહિલા ભાવુક થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણી 2024માં ફૈઝાબાદ સીટ પર ભાજપની હાર બાદ એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક મહિલા દબાણની હટાવવાની કામગીરી ચાલી રહી છે તે જગ્યાએ બાળકીને ખોળામાં લઈને રડતી જોઈ શકાય છે. […]

Continue Reading

શું ખરેખર નીતિન ગડકરી દ્વારા પીએમ મોદીનું અભિવાદન કરવામાં ના આવ્યુ…? જાણો શું છે સત્ય….

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગડકરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નમ્રતાપૂર્વક અભિવાદન કર્યા પછી તેઓ તેમની સામાન્ય મુદ્રામાં પાછા ફર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ મંત્રી તરીકે તેમની સાથે જોડાયેલા અન્ય વરિષ્ઠ નેતાઓને સૌજન્ય શુભેચ્છા આપતા જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

શુ ખરેખર કંગનાને થપ્પડ માર્યા બાદ ગાલનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

જૂની જાહેરાતની તસવીરને કંગના થપ્પડ માર્યા બાદની તસવીર દર્શાવી છે. આ ફોટોને ખોટા દાવા સતે ભ્રમ ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને કંગના સાથે કોઈ સંબંધ નથી. હિમાચલ પ્રદેશના મંડીમાંથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલી એક […]

Continue Reading

શું PM મોદી 400 સીટો જીતીને દેશનું બંધારણ બદલવા જઈ રહ્યા છે? બીજેપી નેતાનો અધૂરો વિડીયો થયો વાયરલ…

વાયરલ વીડિયો અધૂરો જોવા મળ્યો છે, જેમાંથી એક ભાગ કાપીને જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. મૂળ વીડિયોમાં ભાજપના નેતા કિરોડીલાલ મીણાએ કોંગ્રેસને બંધારણ પર કહ્યું હતું કે, કોંગ્રેસ લોકોમાં ભ્રમણા ફેલાવી રહી છે કે જો મોદીજી 400નો આંકડો પાર કરશે તો તેઓ અનામત ખતમ કરી દેશે અને બંધારણ પણ બદલી નાખશે. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન […]

Continue Reading

બીજેપી નેતાને જૂતા અને ચપ્પલના હાર પહેરાવવાનો વીડિયો જૂનો છે, તેનો તાજેતરની લોકસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી….

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન થઈ ગયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ભાજપના એક નેતાની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં એક વડીલ જનસંપર્ક કરી રહેલા ભાજપના એક નેતાને હાર પહેરાવતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો હાલની લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપાના નેતા દ્વારા […]

Continue Reading

નીતિન ગડકરીના જુના નિવેદનને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે હાલમાં ન્યુઝપેપરનુ ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ‘સત્તાની આશા નહોતી એટલે લોકોને અમે ખોટા વચનો આપેલા: ગડકરી’ આ ન્યુઝ પેપરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નીતિન ગડકરી દ્વારા હાલમાં […]

Continue Reading

કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહ પર વળતો પ્રહાર કરતી કંગનાનો વીડિયો નકલી દાવા સાથે વાયરલ…

કંગના રનૌતનો વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં કંગનાએ કોંગ્રેસ નેતા પ્રતિભા સિંહ પર વળતો પ્રહાર કરતા આ વાત કહી હતી. કંગના રનૌતનો હાર સ્વીકારવાનો દાવો ખોટો છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આ લોકસભા ચૂંટણીમાં મંડી સંસદીય ક્ષેત્રમાંથી બીજેપી ઉમેદવાર છે. કંગના રનૌતના ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે, […]

Continue Reading

વીડિયોમાં ભગવાન રામના પોસ્ટરને કચડી નાખતી મહિલાઓ કોંગ્રેસની કાર્યકર્તા નથી. પરંતુ ભાજપના મહિલા મોરચાના કાર્યકર્તાઓ છે….

વીડિયોમાં દેખાતી મહિલાઓ, હિંદુ દેવતાઓને દર્શાવતા પોસ્ટરોને કચડી રહી છે, તે કોંગ્રેસના કાર્યકર્તા નથી પરંતુ ભારતીય જનતા મહિલા મોરચાના કાર્યકર્તા છે. આ ઘટના ઈન્દોરના બીજલપુરમાં સાંસદ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીના ઘરની બહાર બની હતી. મહિલાઓનું એક જૂથ ભગવાન રામ, સીતા અને હનુમાનની છબીઓ દર્શાવતું પોસ્ટર તોડી રહ્યું છે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરતો […]

Continue Reading

‘કોંગ્રેસ તમારા પૈસા છીનવી લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે’ એવો મલ્લિકા અર્જુનનો વીડિયો અધૂરા અને ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે…

ખડગેના મૂળ વીડિયોમાંથી અધૂરું નિવેદન ખોટા આધાર પર ફેલાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી કોંગ્રેસ પાર્ટી વિશે કહે છે કે તેઓ દરેકના પૈસા છીનવી લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાતને સાચી માનીને યુઝર્સ વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર તેનો પ્રચાર કરી […]

Continue Reading

શું ખરેખર ભાનુભાઈ ચૌહાણ દ્વારા હાલમાં ભાજપામાંથી રાજીનામું આપવામા આવ્યુ…? જાણો શું છે સત્ય….

સતવારા સમાજના મોભી અને જામનગર ભાજપાના નેતા ભાનુભાઈ ચૌહાણ દ્વારા વર્ષ 2022માં રાજીનામું આપવામાં આવ્યુ હતુ જ્યારે હાલમાં તેઓ ભાજપામાં ફરી જોડાયા ગયા છે. હાલમાં તેમણે રાજીનામું નથી આપ્યુ. જામનગરના ભાજપાના નેતા અને સતાવારા સમાજના મોભી એવા ભાનુભાઈ ચૌહાણને લઈ સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

VVPAT સ્લિપના સ્ટોરેજનો જૂનો વિડિયો ખોટી માહિતી સાથે શેર કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો 19 એપ્રિલ, 2024ના રોજ શરૂ થયેલી વર્તમાન લોકસભા ચૂંટણી સાથે સંબંધિત નથી. મૂળરૂપે ડિસેમ્બર 2022માં શેર કરવામાં આવ્યો હતો, આ વીડિયો ગુજરાતના ભાવનગરનો હોવાનું માનવામાં આવે છે. જો કે, ભાવનગરના જિલ્લા કલેક્ટરે તે સમયે આ દાવાને રદિયો આપ્યો હતો. વિશ્વની સૌથી મોટી ચૂંટણી કવાયત ગયા અઠવાડિયે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન સાથે શરૂ […]

Continue Reading

Fake News: પીએમ મોદીની જાલૌર સભાના નામે વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો પીએમ મોદીની હાલમાં જાલૌરની રેલી દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી રેલી દરમિયાનનો આ વીડિયો છે. લોકસભા ચૂંટણી માટે ભાજપના રાજકીય અભિયાનના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજસ્થાનના જાલૌરમાં એક જાહેર રેલીને સંબોધિત કરી, આ વચ્ચે સોશિયલ મીડિયામાં ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવીએમને બદલવા માટે બેલેટ પેપરનું સમર્થન કર્યું હતું…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈવીએમનું સમર્થન કરી રહ્યા હતા. આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ કહે છે કે, “આપણા દેશમાં ગરીબ અને અભણ, દુનિયાના તમામ દંડિત દેશો આજે પણ […]

Continue Reading

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર ચપ્પલ ફેંકવાની ઘટના 6 વર્ષ જૂની છે, તેનો તાજેતરના ચૂંટણી વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી….

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે, ત્યારે સોશિયલ મીડિયા પર રાજકારણીઓના ઘણા નકલી અને જૂના વીડિયો શેર કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયાનો 10 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ તેના પર જૂતુ ફેંકતો જોવા મળે […]

Continue Reading

Election: બીજેપીની ટોપી અને ખેસ પહેરી દારૂ વહેચતા વ્યક્તિના વીડિયોનું જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2021થી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. જે હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલી બહારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોના પ્રચારને લઈ વ્યસ્ત છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ભાજપાની ટોપી અને ખેસ પહેરીને લોકોના […]

Continue Reading

ભાજપાની મિટિંગમાં નહીં પરંતુ એક ખાનગી ન્યુઝ ચેનલની ડિબેટમાં હોબાળો થયો હતો.. જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, બે પક્ષ દ્વારા એક બીજા તરફ ખુરશીઓ ઉછાડવામાં આવી રહી છે. તેમજ અમુક લોકો દ્વારા કેસરી ટોપી અને ખેસ પણ ધારણ કરવામાં આવેલો જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે […]

Continue Reading

ભાજપની પ્રચાર વેન પર શોરબકોર કરતી મહિલાઓના વીડિયોનું જાણો શું છે સત્ય…

આ ઘટના હાલની નહીં પરંતુ બિહારમાં ત્રણ વર્ષ પહેલા બનેલી આ જૂની ઘટના છે. 18મી લોકસભાના 543 સભ્યોને ચૂંટવા માટે ભારતમાં 19 એપ્રિલ 2024 થી 1 જૂન 2024 સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જેમ જેમ સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સક્રિયપણે તેમના માટે પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, ઉત્તર ભારતમાં, ભાજપની […]

Continue Reading

ખેડૂતોને લઈ પુરષોત્તમ રૂપાલા દ્વારા આ નિવેદન વર્ષ 2018માં આપવામાં આવ્યુ હતુ… જાણો શું છે સત્ય….

ક્ષતિય સમાજને લઈ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા વિવાદમાં ફસાયા છે. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં પુરષોત્તમ રૂપાલાએ ખેડૂતો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યાનું જણાવવામાં આવ્યુ છે. આ ન્યુઝપેપરના કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પુરષોત્તમ રૂપાલા દ્વારા ખેડૂતો અંગેનું આ નિવદેન […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2017માં ગાંધીનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત નવસર્જન જનદેશ મહાસંમેલન દરમિયાનનો છે. જેને ડિજટલી એડિટ કરવામાં આવ્યો છે અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારના પડઘમ વગાડી દેવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તમામ વિરોધી પાર્ટીઓને ટાર્ગેટ કરી અને […]

Continue Reading

રાહુલ ગાંધીનો બીજેપીની ટોપી પહેરેલો ફોટો એડિટ કરવામાં આવ્યો છે. જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધીએ ભગવા કલરની બીજેપીની ટોપી પહેરી હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા બીજેપીને સમર્થન કરતા કેસરી કલરની ભાજપાની ટોપી પહેરી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 માર્ચ […]

Continue Reading

યુનિફોર્મ સિવિલ કોડના સમર્થન માટે કોઈ નંબર જાહેર નથી કરાયો…જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નંબર 9090902024 ભજપના જનસંપર્કથી જન સમર્થન અભિયાનને સમર્થન માટેનો છે. આ નંબરને યુનિફોર્મ સિવિલ કોડ સાથે કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને સમર્થન કરવા માટેના એક મિસ્ડ કોલ માટેના નંબરનો મેસેજ આપવામાં આવ્યો છે. આ મેસેજને શેર કરીને […]

Continue Reading

ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….

ગુજરાત સરકાર દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં 909 થી 930 રૂપિયા જ મળી રહ્યો છે. હાલમાં જ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપા દ્વારા પાંચ વર્ષ બાદ ફરી સત્તાની ડોર સંભાળવવામાં આવી છે. ત્યારે તેમણે કરેલા વાયદા મુજબ રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસ […]

Continue Reading

શું શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભજન ગાવાનું શરૂ કરી દીધું છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો તાજેતરનો નથી પરંતુ પાંચ વર્ષ જૂનો છે. તે સમયે શિવરાજ સિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. તાજેતરમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી જેના મુખ્યમંત્રીઓ તાજેતરમાં ચૂંટાયા હતા. દરમિયાન, મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણને બદલે મોહન યાદવની પસંદગી કરવામાં આવી હતી.હાલમાં શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને ભજન […]

Continue Reading

Fake News: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવનો નથી, પરંતુ ભાજપાના હાજુરના ધારાસભ્ય રામેશ્વર શર્માનો છે અને તે પણ વર્ષ 2021નો છે.  હાલમાં મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ત્યાના નવા મુખ્યમંત્રીને લઈ ભારે ઉત્તેજનાઓ હતી, ત્યારે વિધાયક દળની બેઠકમાં મોહન યાદવના નામે સર્વાનુમતે મુખ્યમંત્રી માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એક વીડિયો […]

Continue Reading

શું યોગી આદિત્યનાથે બાબા બાલકનાથને રાજસ્થાનના મુખ્યમંત્રી જાહેર કર્યા છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં યોગી આદિત્યનાથ બાબા બાલક નાથને મુખ્યમંત્રી બનાવવાની વાત નથી કરી રહ્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને કહેતા સાંભળી શકો છો કે, “અને હું બાબા બાલકનાથ જીને પણ કહીશ કે જયપુરમાં શપથ લીધા પછી, 22 જાન્યુઆરી પછી, તેઓ તિજારાના રામ ભક્તો સાથે ચોક્કસપણે […]

Continue Reading

ભાજપની રેલી તરીકે જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તે વાસ્તવમાં જેજેપીની રેલીનો છે, દાવો ખોટો છે….

રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે મોટા નેતાઓની સભાઓમાં ભીડને લઈને મોટી અસરો થઈ રહી છે. થોડા દિવસો પહેલા જયપુરના દાડિયામાં પીએમ નરેન્દ્ર મોદીની ‘પરિવર્તન સંકલ્પ મહાસભા’માં લાખોની ભીડ જોવા મળી હતી. હવે આની સાથે એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં કેટલીક મહિલાઓને એવું કહેતી સાંભળી શકાય […]

Continue Reading

BJPના સમર્થકોના વિરોધનો ફોટો એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

વાયરલ તસવીરમાં ડિજીટલી ફેરફાર કરવામાં આવ્યો હતો. વાસ્તવિક તસવીરમાં કેનેરા બેંક ન હતી. વાસ્તવિક ફોટો વર્ષ 2020માં ઉટીમાં ભાજપના સભ્યોની એક ઘટનાની છે. કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદીઓની હત્યા બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર આ હત્યામાં હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ વિદેશ મંત્રાલયે આ આરોપને વાહિયાત ગણાવ્યો હતો. કેનેડાએ ઓટાવામાં તૈનાત એક ભારતીય […]

Continue Reading

શું ખરેખર મોદી ઝિંદાબાદ કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા યુવાનને મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં ઝઘડો વિવાદને કારણે થયો હતો. સિનેમા હોલમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાનો દાવો ખોટો છે. 22 વર્ષ બાદ થિયેટર ફરી આવેલી ગદર ફિલ્મના બીજા ભાગને લોકોએ ખૂબ વધાવ્યો છે. સમગ્ર દેશના થિયેટરોમાં આ ફિલ્મે ધૂમ મચાવી છે. ત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે વીડિયોમાં થિયેટરમાં ગદર-2 ફિલ્મ ચાલી રહ્યો છે અને […]

Continue Reading

BJP કાર્યકર દ્વારા પથ્થરમારો કરવાનો વીડિયો નૂહમાં રમખાણો દરમિયાનનો નથી.

આ વીડિયો હાલનો નથી પરંતુ વર્ષ 2022નો છે. આનાથી સાબિત થાય છે કે આ તાજેતરના નૂહ રમખાણોનો વીડિયો નથી. 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં થયેલી હિંસા અને રમખાણોને જોડતો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ત્યાં હાજર લોકોની ભીડ પર પથ્થર ફેંકી રહ્યો છે. તેમાં તમે […]

Continue Reading

મણિપુરના બીજેપી નેતા ચિદાનંદ સિંહ અને તેમના પુત્રનો ફોટો ખોટા દાવા સાથે કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

તસવીરમાં દેખાતી વ્યક્તિ મણિપુર બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ચિદાનંદ સિંહ અને તેમના પુત્ર સચીનંદ સિંહ છે. તે મણિપુરની ઘટનામાં આરોપી નથી. થોડા દિવસો પહેલા મણિપુરમાં હિંસા વચ્ચે ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં કેટલાક લોકો એક મહિલાને નગ્ન અવસ્થામાં રસ્તા પર ફેરવી રહ્યા હતા. આ વીડિયોથી દેશના લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. વાયરલ વીડિયોના […]

Continue Reading

કર્ણાટકમાં કોંગ્રેસની જીતની ઉજવણી તરીકે મણિપુરમાં ગૌહત્યાનો જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ ઘટનાને 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત સાથે કોઈ લેવાદેવા નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેને કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ ઘટનાના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. વીડિયો ક્લિપમાં કેટલાક લોકો […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતાને મહિલાઓએ કાર માંથી ઉતારી માર માર્યો…? જાણો શું છે સત્ય..

વિડિયોમાં દેખાતી મહિલાઓ કોઈ ભાજપાના નેતાને માર મારતી નથી. મહિલાઓએ શાજી નામના વ્યક્તિ પર આરોપ લગાવીને માર માર્યો હતો કે તેણે તેમના મોર્ફ કરેલા નગ્ન ફોટા શેર કર્યા હતા. શાજી મુરિયાદ કેરળના સમ્રાટ ઈમેન્યુઅલ ચર્ચના ભૂતપૂર્વ સભ્ય છે અને મહિલાઓ ચર્ચની સભ્ય છે. આ વીડિયોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ […]

Continue Reading

Fake News: શું ખરેખર વાનરોને ભોજન કરવતો વીડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કર્ણાટકનો નહિં પરંતુ મહારાષ્ટ્રના અકોલાનો હનુમાન જયંતિ દરમિયાનનો છે. ગત શનિવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યુ હતુ. દરમિયાન કોંગ્રેસ દ્વારા બજરંગ બલીના નામ સાથે સોશિયલ મીડિયામાં ખૂબ જ કોમ્પિયન ચલાવવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે વાનરોને ભોજન કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર […]

Continue Reading

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો ન હતો.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતો લીલો ધ્વજ પાકિસ્તાની ધ્વજ નહીં પણ ધાર્મિક ધ્વજ હતો, આ સ્થળ પર અનેક ધ્વજ સુમેળપૂર્વક લહેરાવવામાં આવ્યા હતા, જે સમર્થકોમાં એકતા અને એકતા દર્શાવે છે. 135 બેઠકોની આકર્ષક સંખ્યા સાથે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં ભારતીય જનતા પાર્ટી (BJP) પર વિજય […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં બજરંગ દળ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે બજરંગ દળ વિરુદ્ધ આ નિવેદન આપ્યું હતું.  ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બજરંગ દળ વિરૂદ્ધ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ બીજેપીમાં રહીને બજરંગ દળની વિરૂદ્ધ […]

Continue Reading

તેલંગાણા ચૂંટણી દરમિયાનનો પૌસા વહેચવાનો વીડિયો કર્ણાટક ચૂંટણી દરમિયાનનો ગણાવીને શેર કરવામાં આવી રહ્યો છે…. જાણો શું છે સત્ય….

આ વીડિયો કર્ણાટક ચૂંટણીનો નથી પરંતુ તેલંગાણામાં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાનનો છે. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે બે મહિલાઓને બીજેપીના સિમ્બોલ સાથે પરબિડીયું ખોલતી જોઈ શકો છો. તે પરબિડીયા માંથી બે હજાર રૂપિયાની નોટ કાઢે છે. વાત કરતી વખતે પણ તમે તેમને સાંભળી શકો છો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

કર્ણાટકમાં ભાજપની વિજયયાત્રામાં સામેલ કાર્યકરોનો લોકોએ પીછો કર્યો ન હતો…. જાણો શું છે સત્ય….

આ વીડિયો તેલંગાણાના મુનુગોડેનો છે. ભાજપ અને બીઆરએસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ તે જ ઘટનાનો વીડિયો છે. કર્ણાટકમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ગયા મહિને રાજ્યભરમાં વિજય યાત્રા કરી હતી. આ યાત્રામાં ઉમેરો કરીને, ઇન્ટરનેટ પર એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે લોકોને એકબીજા સાથે લડતા જોઈ શકો છો. […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ તેમના એફિટેવીડમાં તે આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાનું જણાવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

સ્મૃતિ ઈરાનીએ તેમના તમામ એફિટેવીડમાં જણાવ્યુ છે કે તેણે બી.કોમના પહેલા વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાની વાત તદ્દન ખોટી છે. આગામી વર્ષમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઇ દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજાપા IT સેલનો સદસ્ય ઈવીએમ હેક કરતા પકડાયો…? જાણો શું છે સત્ય….

ફેક્ટક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ફોટો છેલ્લા પાંચ વર્ષથી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તેમજ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઈવીએમ હેકની કોઈ ફરિયાદ નોંધાઇ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ભાજપાને જંગી બહુમતી મળી હતી. ચૂંટણીના પરિણામ બાદ થી જ સોશિયલ મિડિયામાં ઈવીએમ હેક મત ગણતરીને લઈ ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી […]

Continue Reading

શું ખરેખર પરેશ રાવલ દ્વારા હાલમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજા-રજવાડાઓને વાંદરા કહ્યા…? જાણો શું છે સત્ય….

વર્ષ 2017ની વિધાનસભાનીં ચૂંટણી દરમિયાન પરેશ રાવલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ હતુ. જે બાદ તેઓએ રાજપૂત સમાજની માંફી પણ માંગી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપાના સ્ટાર પ્રચારક અને પૂર્વ સાંસદ પરેશ રાવલનો એક વિડિયો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં તેઓ સરદાર પટેલને કેન્દ્રમાં રાખી રાજા-રજવાડાઓ પર વિવાદિત નિવેદન આપી […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાએ કહ્યું કે મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા..? જાણો શું છે સત્ય….

આ વીડિયોને કટ કર્યા બાદ શેર કરવામાં આવી રહ્યો છે. આમાં દેખાતો વ્યક્તિ કોઈ બીજેપી નેતા નથી, પરંતુ કોંગ્રેસ નેતા રઘુવીર મીણા છે. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક વ્યક્તિને કહેતા સાંભળી શકો છો કે, મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

Fake News: ABP અસ્મિતાનો વધુ એક એડિટેડ સ્ક્રિનશોટ વાયરલ… જાણો શું છે સત્ય….

ABP અસ્મિતાના ઘણા સ્ક્રિનશોટ આ પહેલા પણ ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યા હતા. અમિત શાહ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દેશભરમાં ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં પણ એક સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની એક ન્યુઝ પ્લેટ છે. જે ન્યુઝપ્લેટમાં […]

Continue Reading

Fact Check: ભાજપાના પૂર્વ ધારાસભ્યનો જૂનો વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2017નો છે. ત્યારે યતીન નરેન્દ્રભાઈ ઓઝા ભાજપમાં ન હતા, તેઓ આમ આદમી પાર્ટીમાં હતા. ગુજરાતની આગામી ચૂંટણીને લઈને ખોટા દાવાઓ સાથે ઘણા જૂના વિડિયો અને ફોટો શેર કરવામાં આવી રહી છે. ફેક્ટ ક્રેસેન્ડો આવા ઘણા દાવાઓનું ફેક્ટ-ચેકિંગ કરી રહ્યું છે. આ દરમિયાન સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે […]

Continue Reading

જાણો શું છે સાધુ-સંતો અને નેતાઓ વચ્ચેના બોલચાલના વિડિયોનું સત્ય…

જૂનાગઢના આ વિડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજિક કાર્યકર બટુક મકવાણા પર સાધુ-સંતો રોષે ભરાયા હતા. ભાજપા નેતા પર ગુસ્સો કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એકબીજા પર આરોપ-પ્રતિઆરોપની ઝંડીઓ વરસવા લાગી છે. આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી […]

Continue Reading