આ વીડિયો કર્ણાટક ચૂંટણીનો નથી પરંતુ તેલંગાણામાં યોજાયેલી પેટાચૂંટણી દરમિયાનનો છે.

ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે બે મહિલાઓને બીજેપીના સિમ્બોલ સાથે પરબિડીયું ખોલતી જોઈ શકો છો. તે પરબિડીયા માંથી બે હજાર રૂપિયાની નોટ કાઢે છે. વાત કરતી વખતે પણ તમે તેમને સાંભળી શકો છો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ કર્ણાટક ચૂંટણીમાં વોટ માટે લોકોને પૈસા ચૂકવી રહી છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Loksatta Jansatta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 એપ્રિલ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપ કર્ણાટક ચૂંટણીમાં વોટ માટે લોકોને પૈસા ચૂકવી રહી છે.”
Facebook | Fb post Archive | Fb video archive
અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પણ તમે નીચે જોઈ શકો છો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આ વિડિયોને નાના કીફ્રેમમાં કાપીને અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરીને ઈનવીડ-વી વેરિફાઈ ટૂલનો ઉપયોગ કરીને ચકાસ્યો છે. અમને મણિક્કમ ટાગોર દ્વારા 28 ઓક્ટોબર, 2021ના રોજ અપલોડ કરવામાં આવેલો આ જ વીડિયો મળ્યો. મણીક્કમ ટાગોર ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રભારી અને તેલંગાણાના સંસદ સભ્ય છે. તેણે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે આ વીડિયો તેલંગાણાના હુઝુરાબાદ પેટાચૂંટણીનો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ ચૂંટણી દરમિયાન લોકોને પૈસાની વહેંચણી કરી રહી છે. આ ટ્વીટમાં તેમણે ચૂંટણી પંચને બીજેપી વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તમે તેમની ટ્વિટ નીચે જોઈ શકો છો.
જેને ધ્યાનમાં રાખીને, અમે ગૂગલ પર એક કીવર્ડ સર્ચ કર્યું અને કેટલાક સમાચાર અહેવાલો મળ્યા કે તે સમયે આવા ઘણા વીડિયો સામે આવ્યા હતા. અને તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ભાજપ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)એ વોટ માટે લોકોને પૈસા આપ્યા છે.
આગળ જતાં, અમને 28 ઓક્ટોબર 2021ના રોજ પ્રકાશિત ન્યૂઝ મિનિટનો અહેવાલ મળ્યો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ વીડિયો તેલંગાણાના હુઝુરાબાદમાં ઓક્ટોબર 2021ની પેટાચૂંટણી દરમિયાન રિલીઝ કરવામાં આવ્યો હતો.
તમે વીડિયોમાં જોઈ શકો છો કે પરબિડીયાની ઉપર એક નેતાની તસવીર છે. તમે નીચે જોઈ શકો છો.

તપાસ બાદ અમને ખબર પડી કે આ તસવીર તેલંગાણા બીજેપી નેતા એટેલા રાજેન્દ્રની છે. તેઓ ટીઆરએસ પાર્ટીના સભ્ય હતા. તેમને જમીન સોદા સંબંધિત ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. એટેલા રાજેન્દ્રએ હુઝુરાબાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
નીચે આપેલી તુલનાત્મક તસવીર જોઈને તમે સમજી શકો છો કે વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલી તસવીર તેલંગાણા બીજેપી નેતા એટેલા રાજેન્દ્રની છે.

આના પરથી કહી શકાય કે આ વીડિયો જૂનો છે અને તેલંગાણાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો કર્ણાટકનો નથી પરંતુ તેલંગાણાના હુઝુરાબાદમાં યોજાયેલી પેટાચૂંટણીનો છે. આ ઘટના વર્ષ 2021માં બની હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:તેલંગાણા ચૂંટણી દરમિયાનનો પૌસા વહેચવાનો વીડિયો કર્ણાટક ચૂંટણી દરમિયાનનો ગણાવીને શેર કરવામાં આવી રહ્યો છે…. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
