શુ ખરેખર કંગનાને થપ્પડ માર્યા બાદ ગાલનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

જૂની જાહેરાતની તસવીરને કંગના થપ્પડ માર્યા બાદની તસવીર દર્શાવી છે. આ ફોટોને ખોટા દાવા સતે ભ્રમ ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને કંગના સાથે કોઈ સંબંધ નથી.

હિમાચલ પ્રદેશના મંડીમાંથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારવામાં આવી હતી. આ ઘટના સાથે જોડાયેલી એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં એક મહિલાનો ગાલ જોવા મળે છે જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કંગના રનૌતને થપ્પડ માર્યા બાદ હાથનો પંજાનો નિશાન ગાલ પર થઈ ગયો તેનો ફોટો છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કંગના રનૌતને થપ્પડ માર્યા બાદ હાથનો પંજાનો નિશાન ગાલ પર થઈ ગયો તેનો ફોટો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને અમને એક જાહેરાત વેબસાઇટ પર ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. આ એક જાહેરાત સાથે જોડાયેલી તસવીર હોવાનું કહેવાય છે. આ ચિત્ર નીચે જોઈ શકાય છે. 

તેમજ વધુ સર્ચ કરતા અમને અન્ય વેબસાઇટ પર પણ આ જ ફોટો જોવા મળ્યો હતો. જે 31 મે, 2006ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ અને તે બેગોન સંબંધિત જાહેરાત હોવાનું કહેવાય છે. 

તેમજ વધુ સર્ચ કરતા અમને કંગના રનૌત દ્વારા 6 જૂનના કરવામાં આવેલુ એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “ચંદીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી ચેક-ઇન કર્યા પછી હું બહાર આવી કે તરત જ બીજી કેબિનમાં તૈનાત મહિલા CISF સૈનિકે મારી સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું. આ પછી તેણે મને મોઢા પર માર્યો. જ્યારે મેં પૂછ્યું કે તમે મને કેમ માર્યો તો તેણે કહ્યું કે હું ખેડૂતોના આંદોલનને સમર્થન આપું છું.” 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જૂની જાહેરાતની તસવીરને કંગના થપ્પડ માર્યા બાદની તસવીર દર્શાવી છે. આ ફોટોને ખોટા દાવા સતે ભ્રમ ફેલાવવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરને કંગના સાથે કોઈ સંબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શુ ખરેખર કંગનાને થપ્પડ માર્યા બાદ ગાલનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False

Leave a Reply