શું ખરેખર રઘુરામ રાજનને બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા…? જાણો સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

Falguni Solanki ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, रघुराम राजन को ब्रिटेन केंद्रीय बैंक का गवर्नर बनाने पर बधाई । पढे लिखे को किसीके तलवे चाटने की जरुरत नहीं पडती??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 149 લોકોએ લાઈક કરી હતી. 10 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. 

screenshot-www.facebook.com-2019.06.25-11-43-03.png

Facebook Post | Archive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રઘુરામ રાજનને બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા હોવાની માહિતી કે કોઈ સમાચાર અમારા ધ્યાને ન આવ્યા હોવાથી પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ रघुराम राजन को ब्रिटेन केंद्रीय बैंक का गवर्नर बनाया गया સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.com-2019.06.25-12-01-29.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ કેટલાક મીડિયા માધ્યમો દ્વારા એવા સમાચાર જરૂર પ્રસારિત કરવામાં આવ્યા હતા કે, RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બની શકે છે. આ તમામ સમાચારો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

NDTV IndiaZee News HindiPatrika
ArchiveArchiveArchive

ઉપરના તમામ સમાચારોને ધ્યાનથી વાંચતા અમને એ માલૂમ પડ્યું કે, રધુરામ રાજનને હજુ બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં નથી આવ્યા પરંતુ આ પદની હોડમાં તેમનું નામ સૌથી મોખરે હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. 

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે બેન્ક ઓફ ઈન્ગ્લેન્ડની ઓફિશિયલ વેબસાઈટ પર પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી મેળવવા માટે સર્ચ ઓપ્શનમાં Raghuram Rajan લખી શોધવાની કોશિશ કરી હતી પરંતુ અમને ત્યાં પણ આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.bankofengland.co.uk-2019.06.25-12-51-52.png

Archive

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા 12 જૂન, 2019 ના રોજ પ્રસારિત એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર પદે હાલમાં માર્ક કાર્ની છે. અને તેમનો કાર્યકાળ આવતા વર્ષના શરૂઆતમાં પૂરો થાય છે. આગામી ગવર્નર પદની યાદીમાં રઘુરામ રાજનનું નામ મોખરે ને ચર્ચામાં છે. આ સંપૂર્ણ આર્ટિકલ તમે નીચે જોઈ શકો છો.

screenshot-economictimes.indiatimes.com-2019.06.25-12-34-23.png

હવે મનમાં એ પ્રશ્ન ઉદભવે કે હાલમાં રઘુરામ રાજન કઈ જગ્યા પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે તો તેનો જવાબ પણ ઉપરના સમાચારમાં જ મળી જાય છે. 56 વર્ષના રઘુરામ રાજન હાલમાં અમેરિકાના શિકાગોમાં બૂથ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-economictimes.indiatimes.com-2019.06.25-12-39-12.png

Economic Times Archive

અમારી વધુ તપાસમાં અમને દૈનિક ભાસ્કર દ્વારા 12 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો તેમાં પણ એવું જ લખ્યું હતું કે, રઘુરામ રાજન બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બની શકે છે. હાલમાં બેન્ક ઓફ ઈન્ગ્લેન્ડ એટલે કે બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર પદ પર માર્ક કાર્ની છે અને તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરી, 2020 ના રોજ સમાપ્ત થાય છે. આ માહિતી તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.bhaskar.com-2019.06.25-12-45-52.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, રઘુરામ રાજન હાલમાં અમેરિકાના શિકાગોમાં બૂથ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બ્રિટેનની કેન્દ્રિય બેન્કના ગવર્નર પદ પર માર્ક કાર્ની છે. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, હાલમાં બ્રિટેનની કેન્દ્રિય બેન્કના ગવર્નર પદ પર માર્ક કાર્ની છે. જ્યારે રઘુરામ રાજન હાલમાં અમેરિકાના શિકાગોમાં બૂથ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર રઘુરામ રાજનને બ્રિટનની કેન્દ્રિય બેન્કના ગવર્નર બનાવવામાં આવ્યા…? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False