પતી સાથે ચિટિંગ કરતી પત્નીનો સ્ક્રિપ્ટેડ વીડિયો સત્ય ઘટનના નામે વાયરલ...જાણો શું છે સત્ય....
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં સત્ય ઘટના નથી, આ નાટ્યરૂપાંતર છે. લોકોમાં જાગૃતી આવે તે માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક ઘરની અંદર પતિ જ્યારે બહાર જાય છે. તેના બાદ પત્ની અન્ય એક યુવક ઘરની અંદર આવે છે અને છૂપાઈને બેસેલા પતિ દ્વારા પોલીસને બોલાવવામાં આવે છે અને બાદમાં પોલીસ દ્વારા બાદમાં આ યુવકને લઈ જવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પત્નીની પતિ સાથે ચિટિંગની આ ઘટના સત્ય છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
S Goriya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પત્નીની પતિ સાથે ચિટિંગની આ ઘટના સત્ય છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Eye Focus નામની યુટ્યુબ ચેનલ પર આ ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “તે શું કરી રહી છે? 👀😱| પતિ છેતરતી પત્ની પકડાયો | વિશ્વાસઘાતનું કાર્ય | જાગૃતિ વિડીયો | આઇ ફોકસ | જોવા બદલ આભાર!” આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
તેમજ વીડિયોના અંતમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ વિડિયો વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત છે આ ફૂટેજ શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે માત્ર પાત્રોએ માત્ર પ્રેક્ષકોને શિક્ષિત કરવા માટે ભૂમિકા ભજવી છે.”
તેમજ Eye Focus નામની આ ચેનલ દ્વારા આ પ્રકારે જ જાગૃતી માટેના વીડિયો બનાવવામાં આવે છે. જે તમે તેમની ચેનલની મુલાકાત લઈને જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં સત્ય ઘટના નથી, આ નાટ્યરૂપાંતર છે. લોકોમાં જાગૃતી આવે તે માટે આ વીડિયો બનાવવામાં આવ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:પતી સાથે ચિટિંગ કરતી પત્નીનો સ્ક્રિપ્ટેડ વીડિયો સત્ય ઘટનના નામે વાયરલ...જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: Misleading