મુંબઈના જૂના ફોટોને હાલના દિલ્હીના G20ના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો ગત ડિસેમ્બર 2022નો છે. હાલમાં દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટ સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

G-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાશે. આ અંગે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી રહી છે. જેમાં રસ્તાની બાજુમાં આવેલા ઘરોને #G20Indiaના બેનરો અને ગ્રીન શેડ નેટથી ઢાંકી  દેવામાં આવ્યા છે. આ ફોટોને શેર કરીને કરવામાં આવી રહ્યો છે કે, “દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ માટે સરકારે ગંદા ફૂટપાથ અને ઘરને લીલા કપડાથી ઢાંકી દીધા હતા.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Thakor Ankit નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ માટે સરકારે ગંદા ફૂટપાથ અને ઘરને લીલા કપડાથી ઢાંકી દીધા હતા.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી વાયરલ તસ્વીરને સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને નેશનલહેરાલ્ડ ઈન્ડિયાના પેજ પર વાયરલ તસવીર મળી. વાયરલ તસવીર સાથેના સમાચાર 17 ડિસેમ્બર 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા છે. પ્રકાશિત સમાચાર અનુસાર, મુંબઈમાં ડિસેમ્બર 2022-જાન્યુઆરી 2023માં યોજાનારી G20 ઈવેન્ટ માટે સત્તાવાળાઓ દ્વારા ઘરોને આવરી લેવામાં આવ્યા હતા. આ ખાસ ફોટા તાજેતરના નથી. આ તસવીરો મુંબઈની છે.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) એ પણ સ્પષ્ટતા કરી છે કે આ મુંબઈની જૂની તસવીર છે. આ તસવીરને દિલ્હી સાથે કોઈ લેવાદેવા નથી. 

દિલ્હીમાં G-20 સમિટ પહેલા ઝૂંપડપટ્ટી આવરી લેવામાં –

દિલ્હીમાં G-20 સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દિલ્હીને સુંદર બનાવવા માટે વિભાગો અને અધિકારીઓ સખત મહેનત કરી રહ્યા છે. તેમજ મુખ્ય માર્ગો પરની ઝૂંપડપટ્ટીઓને લીલા કપડાથી ઢાંકી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઝૂંપડપટ્ટીઓ બહારના મહેમાનોને ન દેખાય, તેથી તેને આવરી લેવામાં આવી છે. કેટલાક લોકો તેને સુરક્ષા સાથે પણ જોડી રહ્યા છે.

આ પ્રથમ વખત નથી. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ મુંબઈમાં જી-20 કાર્યક્રમ દરમિયાન ઝૂંપડપટ્ટીઓ છુપાઈ હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો મુંબઈનો ગત ડિસેમ્બર 2022નો છે. હાલમાં દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટ સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મુંબઈના જૂના ફોટોને હાલના દિલ્હીના G20ના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False

Leave a Reply