જાણો તાજેતરમાં મોરોક્કો ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં મોરોક્કો ખાતે આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં મોરોક્કો ખાતે આવેલા ભૂકંપનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2020માં મોરોક્કો ખાતે ભૂકંપ આવ્યો હતો ત્યારનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Naresh gohel નામના ફેસબુક યુઝર દ્વારા 9 સપ્ટેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોરોક્કો માં ભૂકંપ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં મોરોક્કો ખાતે આવેલા ભૂકંપનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર BTP NEWS દ્વારા 7 ઓગસ્ટ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને એક ફ્રેન્ચ ન્યૂઝ પોર્ટલનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના 5 ઓગસ્ટ, 2020 ના રોજ મોરોક્કોના કાસાબ્લાન્કા નજીકના સબાતા વિસ્તારમાં બની હતી. વધુમાં આ પણ જણાવવામાં આવ્યું હતું કે, બિલ્ડીંગ ધરાશાયી થવાની આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
BRJ INFOTV દ્વારા પણ આજ વીડિયો 7 ઓગસ્ટ, 2020 ના રોજ ઉપરોક્ત માહિતી સાથે અપલોડ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2020માં મોરોક્કો ખાતે ભૂકંપ આવ્યો હતો ત્યારનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો તાજેતરમાં મોરોક્કો ખાતે આવેલા ભૂકંપના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: False