જાણો કોંગ્રેસના વખાણ કરી રહેલા RSS ના વડા મોહન ભાગવતના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના વખાણ કરી રહેલા RSS ના વડા મોહન ભાગવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RSS ના વડા મોહન ભાગવત દ્વારા કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના વખાણ કરી રહેલા RSS ના વડા મોહન ભાગવતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018 નો છે. આ વીડિયોને લોકસભા ચૂંટણી 2024 સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 25 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, RSS ના વડા મોહન ભાગવતના મોઢે કોંગ્રેસના વખાણ. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં RSS ના વડા મોહન ભાગવત દ્વારા કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર હિંદુસ્તાન ટાઈમ્સ દ્વારા 18 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, RSS ના વડા મોહન ભાગવતે દિલ્હી ખાતે સંઘ દ્વારા આયોજીત કાર્યક્રમ ‘ભવિષ્ય કા ભારત’ માં કોંગ્રેસ પાર્ટીના વખાણ કર્યા હતા. તેમણે એવું કહ્યું હતું કે, દેશની આઝાદીમાં કોંગ્રેસ પાર્ટીએ મહત્વનું યોગદાન આપ્યું હતું.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર ANI અને ABP LIVE પર પણ પ્રાપ્ત થયા હતા. 

આજ માહિતી સાથેના સમાચાર patrika.com દ્વારા પણ 18 સપ્ટેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસના વખાણ કરી રહેલા RSS ના વડા મોહન ભાગવતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018 નો છે. આ વીડિયોને લોકસભા ચૂંટણી 2024 સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો કોંગ્રેસના વખાણ કરી રહેલા RSS ના વડા મોહન ભાગવતના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

Leave a Reply