શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…

False Headline રાષ્ટ્રીય I National સામાજિક I Social

Khabarchhe  ‎નામના ફેસબુક પેજ દ્વારા 18 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, RBIનો નવો નિયમઃ ATMમાં 3 કલાક સુધી કેશ ના હોય તો બેંકને દંડ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 3000 લોકોએ લાઈક કરી હતી. 89 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 2200 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook PostArchive | Photo Archive | Article Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર RBI દ્વારા આ પ્રકારનો કોઈ નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે કેમ? તે જાણવા માટે પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ 3 કલાકથી વધુ સમય સુધી ATM માં કેશ ન હોય તો બેન્કને દંડ સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.23-14-39-11.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી ઠોસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને RBI To Impose Penalty On Banks If Their ATMs Run Out Of Cash સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.23-14-51-58.png

Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ ઠોસ માહિતી પ્રાપ્ત થઈ ન થતાં અમે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની ઓફિશિયલ વેબસાઈટ પર સર્ચ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ત્યાં પણ અમને ATM ને લગતી આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-m.rbi.org.in-2019.06.23-14-56-20.png

Archive

આ ઉપરાંત અમને ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઈટ પર ATM માટે બહાર પાડવામાં આવેલી છેલ્લી માહિતી 14 જૂન, 2019 ના રોજની હતી અને એ પણ ATM ની સુરક્ષા માટેની માહિતી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-rbi.org.in-2019.06.23-15-02-36.png

Archive

આ ઉપરાંત અમારા વધુ સંશોધનમાં અમને goodreturns.in અને dnaindia.com દ્વારા 15 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. આ બંને સમાચારમાં એવું લખવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં આ પ્રકારે નિયમ બહાર પાડવામાં આવશે હજુ આ નિયમ અંગે વિચારણા ચાલી રહી છે અને આજ રોજ એટલે કે 23 જૂન, 2019 સુધી આ અંગે કોઈ પણ બેન્કને પોસ્ટના શીર્ષકમાં દર્શાવેલી માહિતી મુજબનો કોઈ સરક્યુલર મોકલવામાં આવ્યો નથી. આ માહિતી તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.goodreturns.in-2019.06.23-15-12-57.png

Good Returns Archive

screenshot-www.dnaindia.com-2019.06.23-15-11-44.png

DNA India Photo Archive

ઉપરના બંને આર્ટિકલને ધ્યાનથી વાંચતા અમને એ માલૂમ પડ્યું કે, સૂત્રો દ્વારા લોકોમાં એવી માહિતી વહેતી થઈ છે કે, 3 કલાકથી વધુ સમય સુધી જો કોઈ ATM માં કેશ ન હોય તો બેન્કને દંડ થઈ શકે એ બાબતનો સરક્યુલર બેન્કોને મોકલી દેવામાં આવ્યો છે પરંતુ જ્યારે બેન્કોના અધિકારીઓ સાથે  અંગે વાત કરવામાં આવી ત્યારે તેઓએ હજુ સુધી અંગેનો કોઈ સરક્યુલર તેમને પ્રાપ્ત થયો નથી એવું જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમે 20 જૂન, 2019 ના રોજ અમદાવાદ ખાતેની ભારતીય રિઝર્વ બેન્કની શાખામાં તેમજ SBI ની શાખામાં આ અંગે વાત કરી હતી તો ફરજ પરના અધિકારીએ નામ ન આપવાની શરતે અમને જણાવ્યું હતું કે, આજ રોજ સુધી RBI દ્વારા અમારા સુધી આવો કોઈ સરક્યુલર હજુ આવ્યો નથી. પરંતુ આ અંગે વિચારણા જરૂર ચાલી રહી છે.

આમ, ઉપરોક્ત પોસ્ટના આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી માહિતી સાચી છે પરંતુ તેનું શીર્ષક લોકોને ગેરમાર્ગે દોરે છે એટલે કે ખોટું છે. શાર્ષક પરથી લોકોના મનમાં એવું થાય છે કે, RBI દ્વારા પ્રકારનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે પરંતુ 23 જૂન, 2019 સુધી પ્રકારનો કોઈ જ નિયમ RBI દ્વારા લાગુ કરવામાં આવ્યો નથી.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટના આર્ટિકલની અંદર દર્શાવવામાં આવેલી માહિતી સાચી છે પરંતુ પોસ્ટનું શીર્ષક ખોટું સાબિત થાય છે. કારણ કે, RBI દ્વારા 23 જૂન, 2019 સુધી આ દાવા અંગે બેન્કો સુધી કોઈ જ સરક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર RBI એ એવો નિયમ બનાવ્યો કે, ATM માં 3 કલાકથી વધુ સમય માટે પૈસા ન હોય તો બેન્કને થશે દંડ…? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False Headline