જાણો સોનિયા ગાંધીની સાથે ફોટોમાં ઓત્તવિયો ક્વાત્રોચી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધીની સાથે એક યુવકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટોમાં સોનિયા ગાંધીની સાથે જે વ્યક્તિ છે એ ઓત્તવિયો ક્વાત્રોચી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સોનિયા ગાંધીની સાથે યુવકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં ઓત્તવિયો ક્વાત્રોચી નહીં પરંતુ સોનિયા ગાંધીનો દીકરો રાહુલ ગાંધી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના બેડરુમનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને 04 ડિસેમ્બર, 2017ના ન્યુ ઈન્ડિયન એક્સપ્રેસની ફોટો ગેલેરી મળી હતી, જેના શીર્ષકમાં ‘હેપ્પી બર્થ ડે રાહુલ ગાંધી: શોક ગ્રસ્ત દિકરાથી લઈ અને રાજકીય વારસ સુધી, કોંગ્રેસના વડાના જીવનની દુર્લભ ક્ષણો છે.’ પોસ્ટ સાથે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે પણ આ ફોટોગેલેરીમાં સામેલ હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના રાઇઝિંગ ડે ફંક્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલનો હતો. અને તે 08 એપ્રિલ 1996ના રોજ નવી દિલ્હીમાં લેવામાં આવ્યો હતો. અને તેનો શ્રેય પીટીઆઈને આપવામાં આવ્યો હતો.
અમારી વધુ તપાસમાં અમને મિન્ટ.કોમનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. ઓત્તવિયો ક્વાત્રોચી ઈટાલિયન બિઝનેસમેન અને બોફોર્સ કૌભાંડમાં મુખ્ય વ્યક્તિ હતા. CBI દ્વારા 1999માં દાખલ કરાયેલ બોફોર્સ ચાર્જશીટમાં ક્વાત્રોચીનું નામ આપવામાં આવ્યું હતું, જેઓ ભારતમાં તેમના દિવસો દરમિયાન ગાંધી પરિવારની નજીક હતા. ઇટાલિયન ફર્મના પ્રતિનિધિ તરીકે, તે ભારતીય સેનાને સ્વિડિશ હોવિત્ઝર બંદૂકોના સપ્લાય માટે ₹64 કરોડના વળતર અંગેના કેસમાં આરોપીઓ માંનો એક હતો, પરંતુ 04 માર્ચ, 2011ના રોજ, દિલ્હીની એક અદાલતે CBIને તેમની સામેની કાર્યવાહી પાછી ખેંચવાની મંજૂરી આપ્યા બાદ ક્વોત્રોચીને ચૂકવણીના કેસમાંથી મુક્ત કરી દીધો હતો.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સોનિયા ગાંધીની સાથે યુવકનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં ઓત્તવિયો ક્વાત્રોચી નહીં પરંતુ સોનિયા ગાંધીનો દીકરો રાહુલ ગાંધી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો સોનિયા ગાંધીની સાથે ફોટોમાં ઓત્તવિયો ક્વાત્રોચી હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False