શું ખરેખર દેશમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવમાં આજથી વધારો થયો....?જાણો શું છે સત્ય.....
Karjan Congress નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આજથી પેટ્રોલમાં 2.50 અને ડીઝલમાં 1રૂપીયાનો વધારો..!
આજે એક ભાઈ કહેતાં હતાં કે અર્થતંત્ર સુધારવા મોદીજી કંઈક મોટું કરવાના છે.’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 123 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 28 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દેશમાં આજથી પેટ્રોલમાં 2.50 અને ડિઝલમાં 1 રૂપિયાનો વધારો થશે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો આ પ્રકારે પ્રેટ્રોલ-ડિઝલના ભાવ વધવાના હોય અથવા વધ્યા હોય તો તમામ મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી હોય. તેથી સૌ-પ્રથમ અમે ગૂગલ પર ‘petrol price hike today’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, યુપી સરકાર દ્વારા જ પેટ્રોલ અને ડિઝલમાં આ પ્રકારે ભાવ વધારો કરવામાં આવ્યો છે. અન્ય કોઈ રાજ્યમાં આ પ્રકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. યુપીમાં જે ભાવ વધારો થયો છે. તે સમાચારને તમામ મિડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત ANI UP દ્વારા પણ તારીખ 19 ઓગસ્ટ 2019ના ટ્વીટ કરી માહિતી આપવામાં આવી હતી. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારે માત્ર ઉત્તર પ્રદેશમાં જ ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આમ, ઉપરોક્ત પડતાલમાં સાબિત થાય છે કે, પેટ્રોલનો ભાવ માત્ર યુપીમાં જ વધારવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં આ પ્રકારે કોઈ ભાવ વધારવામાં આવ્યો નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પેટ્રોલનો ભાવ માત્ર યુપીમાં જ વધારવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં આ પ્રકારે કોઈ ભાવ વધારવામાં આવ્યો નથી.
Title:શું ખરેખર દેશમાં પ્રેટ્રોલ-ડિઝલના ભાવમાં આજથી વધારો થયો....?જાણો શું છે સત્ય.....
Fact Check By: Yogesh KariaResult: False