શું ખરેખર આ વીડિયોમાં દેખાતો યુવક વાસરડા ગામનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા છે…? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Mahipalsinh Gohil  નામના ફેસબુક યુઝર દ્વારા 18 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વાઘેલા યુવરાજસિંહ અનુપ સિંહ ગામ વાસરડા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયોમાં દેખાતો યુવક બનાસકાંઠાના વાવ તાલુકાના વાસરડા ગામનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 233 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 1200 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.20-20_16_42.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો વસારડાના યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલાનો છે કે કેમ? તેની માહિતી મેળવવા માટે અમે સૌપ્રથમ બનાસકાંઠાના વાવ તાલુકાના વાસરડા ગામે સ્થાનિક લોકો સાથે આ અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, અમારા ગામમાં યુવરાજસિંહ નામના એક છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પરંતુ આ વીડિયોમાં જે યુવક દેખાઈ રહ્યો છે તે વાઘેલા યુવરાજસિંહ નથી.

તેથી અમે અમારી તપાસ આગળ વધારી હતી જેમાં અમારી વાત યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા સાથે થઈ હતી અને તે એક નાનો છોકરો હતો. તેણે અમને જણાવ્યું હતું કે, 15 મી ઓગષ્ટ, 2019 ના રોજ અમારી શાળામાં જે કાર્યક્રમ યોજાયો હતો એમાં મે યોગ કર્યા હતા જેનો અમારા જ ગામના કોઈએ વીડિયો ઉતાર્યો હતો અને એ વીડિયો મારા નામથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પરંતુ આ વીડિયો મારા નામે ખોટી માહિતી સાથે વાયરલ થઈ રહ્યો છે.

વાસરડાના યુવરાજસિંહ વાઘેલાનો ઓરિજીનલ વીડિયો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત વાસરડાના યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા દ્વારા અમને એક વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો. જેમાં તે પોતે જ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મારા નામની ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

હવે ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થઈ ગયું કે, સોશિયલ મીડિયા પર વાઘેલા યુવરાજસિંહ અનુપસિંહ, ગામ – વાસરડાના નામે બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં જે યોગ કરતો વીડિયો છે એ સાચો છે પરંતુ જે બીજો વીડિયો છે એ યુવરાસિંહના નામે ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. 

ત્યાર બાદ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ક્યાંનો છે? તે જાણવા માટે અમે આ વીડિયોને ધ્યાનથી જોતાં વીડિયોમાં મોટા ભાગના લોકો વિદેશી દેખાઈ રહ્યા છે તેમજ 1.42 મિનિટે એક બોર્ડ પર અમને National High School Drill Team Championships લખેલું જોવા મળ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.08.20-21_11_00.png

હવે આ માહિતી પરથી અમે ગુગલનો સહારો લઈ National High School Drill Team Championships  સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.08.20-21_19_38.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને National High School Drill Team Championships નું ફેસબુક પેજ મળ્યું હતું. જેના પરથી અમને જાણવા મળ્યું હતું કે, અમેરિકામાં આર્મી કેડેટ માટે જુદી જુદી સ્પર્ધાઓ યોજાતી હોય છે અને તેના જજ પણ આર્મીના જ ઓફિસરો હોય છે. તેમજ બેસ્ટ પર્ફોર્મન્સ કરનારને ઈનામ પણ આપવામાં આવે છે. આ સ્પર્ધાઓના ઘણા બધા વીડિયો આ ફેસબુક પેજ પર તેમજ યુટ્યુબ પર અમને જોવા મળ્યા હતા. 1982 માં National High School Drill Team Championships ની શરૂઆત થઈ હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પણ આ સ્પર્ધાઓનો જ એક ભાગ છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.08.20-21_31_20.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ વીડિયોમાં દેખાતો યુવક વાસરડાનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા નથી.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતો યુવક બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાસરડા ગામનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર આ વીડિયોમાં દેખાતો યુવક વાસરડા ગામનો યુવરાજસિંહ અનુપસિંહ વાઘેલા છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False