પાકિસ્તાનમાં ચાલી રહેલા લોટના સંકટને લઈ 12 વર્ષ જૂની ફોટો શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2010નો છે. પાકિસ્તાનમાં આવેલા પૂર સમયનો આ ફોટો છે. હાલનો નથી.

પાકિસ્તાનમાં ઘઉંની તીવ્ર અછતને કારણે લોટના ભાવ આસમાને છે. પાકિસ્તાનમાં સરકારી દરે લોટ ખરીદવા માટે લાઇનો લાગી છે. આ જોતા સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં હાથમાં વાસણો લઈને લોકોની લાંબી કતાર જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો પાકિસ્તાનની હાલની પરસ્થિતીનો છે જ્યાં લોકો લોટ ખરીદવા લાઈનમાં ઉભા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

બ્લેક કોહીનૂર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો પાકિસ્તાનની હાલની પરસ્થિતીનો છે જ્યાં લોકો લોટ ખરીદવા લાઈનમાં ઉભા છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ ગાર્ડિયન દ્વારા પ્રસારિત 24 ઓગસ્ટ 2010નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “આ ફોટો પાકિસ્તાનમાં આવેલા પૂર પિડિતોનો છે.

CNN દ્વારા પણ 24 ઓગસ્ટ 2010ના પ્રસારિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પાકિસ્તાનના સુક્કુર જિલ્લામાં પૂર પ્રભાવિત લોકો માટે કેમ્પ બનાવવામાં આવ્યો છે. આ લોકો કેમ્પમાં ભોજનનું વિતરણ કરવા માટે લાઈનમાં ઉભા છે.” 

CNN | ARCHIVE 

તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, જુલાઈ 2010 થી ઓગસ્ટ 2010 ની વચ્ચે પાકિસ્તાનમાં પૂરના કારણે તબાહી મચી ગઈ હતી. પાકિસ્તાનના લાખો લોકો આ પૂરના કારણે પ્રભાવિત થયા હતા અને મીડિયા અહેવાલો અનુસાર આ દુર્ઘટનાને કારણે લગભગ બે હજાર લોકોના મોત થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2010નો છે. પાકિસ્તાનમાં આવેલા પૂર સમયનો આ ફોટો છે. હાલનો નથી.


(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પાકિસ્તાનમાં ચાલી રહેલા લોટના સંકટને લઈ 12 વર્ષ જૂની ફોટો શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply