શું ખરેખર આ બાળકી મેંગ્લોરના ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે…..? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનીબાળકીને જોઈ શકાય છે અને એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે આ બાળકી તેના માતા-પિતાથી અલગ થઈ ગઈ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ બાળકીને મેંગ્લોરના એક ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે. તેમજ તે મુંબઈની ટ્રેન માંથી મળી આવી હોવાનું જણાવી રહ્યા છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ આ બાળકી મેગ્લોરના ભિખારી ગ્રુપ સાથે નહીં પરંતુ દિલ્હીના જૈતપુર ગુરૂદ્વારામાં મળી આવી હતી. આ બાળકીના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nageshm Kanabar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ બાળકીને મેંગ્લોરના એક ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે. તેમજ તે મુંબઈની ટ્રેન માંથી મળી આવી હોવાનું જણાવી રહ્યા છે.”

FACEBOOK | FB POST ARCHIVE  | FB VIDEO ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બાળકીના વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયો હતો. 

સૌપ્રથમ અમને આ વિડિયો 12 નવેમ્બરના ફેસબુક પર અપલોડ થયેલો જોવા મળ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે આ બાળકી ઈન્દ્રાપુરમ ગુરૂદ્વારામાં મળી હતી. આ ક્લુના આધારે અમે ઈન્દ્રાપુરમ ગુરૂદ્વારા ગાઝીયાબાદના પ્રમુખ ગુરપ્રિત સિંઘ રમીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ બાળકી અમારા ગુરૂદ્વારામાંથી નથી મળી આવી. છેલ્લા ચાર મહિનાથી આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને વધુ એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. 12 જાન્યુઆરી 2021ના શેર કરવાં આવેલી આ પોસ્ટમાં વિડિયો શેર કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “જૈતપુર ગામ દિલ્હીમાં આ બાળકી મળી હતી અને સ્થાનિક લોકો ત્યાના ગૂરૂદ્વારા લઈ આવ્યા હતા.

ત્યારબાદ અમે જૈતપુર ગૂરૂદ્વારાના વ્યવસ્થાપક કમિટિના મેમબર અને દિલ્હી માઈનોરિટિ એડવાઈઝરી કમિટિના મેમબર સંદિપ સિંઘ રાયનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો તેમને ત્યાનો જ છે. જેતપુર ગુરુદ્વારા વ્યવસ્થાપન સમિતિએ આગામી દિલ્હી શીખ ગુરુદ્વારા વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી (ડીએસજીએમસી) ને લગતી શિબિરનું નવેમ્બર 2020માં આયોજન કર્યું હતું. તે જ દરમિયાન, આસપાસના વિસ્તારના કેટલાક છોકરાઓ આ નાની છોકરીને અમારી પાસે લાવ્યા. અમે તરત જ લાઉડસ્પીકર પર આ બાળકી ગુમ થયાની જાહેરાત કરી હતી. અમે બાળકીનો વિડિયો પણ બનાવ્યો અને તેને જેતપુરના સ્થાનિક વોટ્સએપ ગ્રુપો પર શેર કર્યો હતો. વિડિયો જોયા બાદ બાળકીની માતા અમારી પાસે આવ્યા હતા. બમણી ખાતરી કર્યા બાદ અમે આ બાળકીને તેની માતાના હવાલે કરી હતી. જો કે કોઈક રીતે, આ વિડિયો ખોટા દાવા સાથે વાયરલ થયો હતો અને તે હજુ પણ ફેલાવવામાં આવી રહી છે.

સંદિપ સિંઘ રાય દ્વારા આ અંગે તેમના દ્વારા પ્રકાશિત એક વિડિયો પણ અમને મોકલી આપ્યો હતો. જેમાં તેઓ સતાવાર આ અંગે માહિતી આપી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ આ પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે, તે જ દાવા સાથે જૂદા-જૂદા સમયે અલગ-અલગ બાળકીના ફોટો વાયરલ થયા હતા. જે અંગે ફેક્ટ ક્રેસન્ડો ગુજરાતી દ્વારા પડતાલ કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ આ બાળકી મેગ્લોરના ભિખારી ગ્રુપ સાથે નહીં પરંતુ દિલ્હીના જૈતપુર ગુરૂદ્વારામાં મળી આવી હતી. આ બાળકીના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર આ બાળકી મેંગ્લોરના ભિખારી ગ્રુપ પાસેથી મળી આવી છે…..?

Fact Check By: Yogesh Karia 

Result: False