દેશભરમાં ખેડૂતોના આંદોલનને લઈ ભારે ચર્ચા થઈ રહી છે અને ખેડૂતોના સરકાર સામેના વિરોધ પ્રદર્શનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં બે ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં બંને ફોટોમાં એક વૃધ્ધ મહિલા દેખાઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં દેખાતી બંને વૃધ્ધ મહિલા એક જ છે, શાહિનબાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી દાદી હાલમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં જોડાઈ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, “ફોટોમાં દેખાતી બંને મહિલાઓ અલગ-અલગ છે, એક જ મહિલા હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dharmesh k Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 નવેમ્બર 2020ના WE ARE WITH MODI JI નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં દેખાતી બંને વૃધ્ધ મહિલા એક જ છે, શાહિનબાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી દાદી હાલમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં જોડાઈ.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે હાથમાં ઝંડો લઈ રહેલા વૃધ્ધ મહિલાના ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 13 ઓક્ટોબર 2020ના Sant Baba Jarnail Singh Ji Khalsa Bhindrawale નામના ફેસબુક પર આ વૃધ્ધ મહિલાનો ફોટો શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ વાત તો સ્પષ્ટ છે કે, આ ફોટો હાલના પ્રદર્શન દરમિયાનની તો નથી. તેથી અમે શાહિન બાગની વૃધ્ધ મહિલા વિશે સર્ચ કરતા અમને NDTVનો 1 ડિસેમ્બર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “શાહિનબાગ દાદી તરીકે જાણીતી થયેલી બિલ્કિસ બાનો નામની વૃધ્ધ મહિલાને તે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં જોડાઈ તે પહેલા જ દિલ્હી પોલીસ દ્વારા સિંધુ બોર્ડર પોઈન્ટ પર અટકાવી દેવામાં આવી હતી અને સાઉથ દિલ્હીમાં તેમના ઘરે મુકી આવ્યા હતા.

એનડીટીવી | ARCHIVE

તેમજ અમારી પડતાલમાં અમને The Jamia Times ચેનલને 29 નવેમ્બર 2020ના આપેલા ઈન્ટરવ્યુમાં બિલ્કિસ બાનુ દ્વાર જણાવવામાં આવ્યુ હતુ કે, “જે ફોટો ખેડૂત આંદોલનમાં મારા નામે વાયરલ થઈ રહ્યો છે, તે મહિલા હું નથી. હુ કાલે આ આંદોલનમાં જોડાઈશ.” તેમનું આ નિવેદન તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. “ફોટોમાં દેખાતી બંને મહિલાઓ અલગ-અલગ છે, એક જ મહિલા હોવાની વાત તદ્દન ખોટી છે.”

Avatar

Title:શું ખરેખર શાહિનબાગની દાદી પંજાબ-હરિયાણાના ખેડૂતોના વિરોધમાં જોડાયા...?

Fact Check By: Yogesh Karia

Result: False