હાથરસ પિડિતાના નામે અન્ય છોકરીનો વિડિયો વાયરલ થઈ રહ્યો….જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

હાથરસની ઘટના ચર્ચિત થયા બાદ સોશિયલ મિડિયા પર આ પ્રકરણને જોડી ઘણા વિડિયો, ફોટો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાંથી વધારે પડતા દાવા ખોટા અથવા ભ્રામક હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો જોવા મળે છે. તે વિડિયોમાં એક છોકરીનું તાળીઓ વગાડી સ્વાગત કરી રહ્યા છે. ઘણા લોકો આ છોકરીને પગે પણ લાગતા જોવા મળે છે. જેમ-જેમ છોકરી આગળ વધે છે. તેને લોકો ફૂલ આપી રહ્યા છે. ઘણી મહિલાઓ આ છોકરી પર ફૂલ વરસાવતી પણ જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે હાથરસ કાંડની પિડિતા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે વિડિયોમાં દેખાતી યુવતી હાથરસ કાંડની પિડિતા નથઈ. પંરતુ તેનું નામ નાજિયા ખાન છે. જે હૈદરાબાદ સ્થિત એક ઈ-કોર્મસ કંપનીની કર્મચારી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rathod Pankaj ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં દેખાતી યુવતી હાથરસની પિડિતા છે. 

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એમ.ડી. આદિલ ફ્યાજ નામની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. 

ARCHIVE

ત્યારબાદ અમને આ નામની શોધ કરતા ફેસબુક પર આ જ નામનું એક એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતુ. જે એકાઉન્ટની શોધ કરતા અમને તેમાં પણ એ જ ફોટો મળી જે ફોટો યુટ્યુબ ચેનલના પ્રાફાઈન પિક્ચરમાં છે. આ ફોટોને ધ્યાનથી જોતા તેમાં સેફ શોપ નામ લખેલુ જોવા મળ્યુ હતુ.

તે નામને ધ્યાનમાં રાખી અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ નામથી એક વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. તે વેબસાઈટને જોતા અમને જાણવા મળ્યુ કે સેફ શોપ એક ઈ કોમર્સ કંપની છે.

આ કંપનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા અમને કંપનીના એક પૂર્વ અધિકારીએ વાયરલ વિડિયોમાં દેખાતી યુવતીની ઓળખ બતાવી હતી, તેમણે અમને આ યુવતીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક મોકલાવી હતી. જ્યારે અમે આ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોયુ તો અમને જાણવા મળ્યુ હતુ કે, તેનું નામ નાજિયા ખાન છે.

ARCHIVE

તેમજ આ યુવતીના નામને ધ્યાનમાં રાખી અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ પર આ યુવતીના ઘણા વિડિયો મળ્યા હતા. જેમાં એક વિડિયોમાં આ યુવતી તેના જીવન અંગે જણાવી રહી છે. તેમજ આ વિડિયોમાં એક ફોટો જોવા મળશે જે તેના બાળપણનો છે. જેમાં તેનું નામ જોવા મળશે. 

વિડિયોમાં નાજિયા વાયરલ થઈ રહેલા વિડિયો અંગે પણ જણાવે છે. તેણે જણાવ્યુ હતુ કે, “તે લિડરસ્ ક્લબની કોર ટ્રેનિંગ માટે ગઈ હતી, જ્યાં લોકોએ તેનુ તાળી વગાળી સ્વાગત કર્યુ હતુ. તેણે જણાવ્યુ હતુ કે, આ ટ્રેનિંગ તેણે નવેમ્બર 2017ના લીધી હતી. તમે આ ટ્રેનિંગ અંગે વિડિયોમાં 8.15થી લઈ 10.30 મિનિટ સુધી સાંભળી શકો છો.

ARCHIVE

આ વિડિયો જોયા પછી અમને પણ જાણવા મળ્યુ કે નાજિયા ખાન એક મોટીવેશનલ સ્પિકર છે.

તેમજ સેફ શોપ ટીમ ઈન્ડિયા દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર આ વિડિયો તારીખ 18 મે 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો, જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ અમારી પડતાલને અમે મજબૂત કરવા અમે સેફ શોપના એક કર્મચારીનો સંપર્ક સાધ્યો હતો. સેફ શોપમાં પર્લ પદવીના કર્મચારી સાઈ કુમારએ એ વાતની પૃષ્ટી કરી હતી કે, વાયરલ વિડિયોમાં દેખાતી યુવતી હાથરસની પિડિતા નથી. 

તેમજ તેમણે વધુ જણાવતા કહ્યુ હતુ કે, “વાયરલ થઈ રહેલા વિડિયોમાં દેખાતી યુવતી નાજિયા ખાન છે. તે સેફ શોપ કંપનીમાં કાર્યરત છે. તે હૈદરાબાદમાં રહે છે. તેનો હાથરસમાં બનેલી ઘટના સાથે કોઈ સબંધ નથી. અમારી કંપનીમાં તેમની પદવી ડાયમંડની છે. અમારી બે દિવસ પહેલા જ મિટિંગ હતી. જેમાં નાજિયા જોડે વાત થઈ હતી. વિડિયોમાં જોવા મળતા દ્રશ્યો એક ટ્રેનિંગ કાર્યક્રમના છે. આવા ઘણા કાર્યક્રમોમાં હું પણ જોડાયો છું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દેખાતી યુવતી નાજિયા ખાન છે. તે હૈદરાબાદમાં રહે છે. અને સેફ શોપ નામની ઈ-કોર્મસ કંપની સાથે જોડાયેલી છે. તેનો હાથરસની ઘટના સાથે કોઈ સંબંધ નથી. 

Avatar

Title:હાથરસ પિડિતાના નામે અન્ય છોકરીનો વિડિયો વાયરલ થઈ રહ્યો….જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False