શું ખરેખર નાગાલેન્ડને અલગ પાસપોર્ટ અને અલગ ઝંડાની માન્યતા આપવામાં આવી….? જાણો શું છે સત્ય………

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘नागालैन्ड को धीरे से अलग झंडा और पास पोर्ट की अनुमति देकर…कश्मीर में अखंड भारत का नाटक खेला जा रहा है।’ લખાણ હેઠળ સેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નાગાલેન્ડને અલગ ઝંડો અને પાસપોર્ટની માન્યતા આપવામાં આવી.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે જૂદા-જૂદા કીવર્ડથી પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ઉપરોક્ત પરિણામમાં અમને ‘Imphal Times’ વેબસાઈટ દ્વારા 25 જૂન 2019ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઉત્તર-પૂર્વના ઘણા સમાચાર પ્રકાશનોમાં આ સમાચાર આપવામાં આવી હતી કે, ભારત સરકાર તેમજ નેશનલ સોશલિસ્ટ કૌંસિલ ઓફ નાગાલેન્ડ (NSCN-IM) વચ્ચે શરૂ શાંતી વાર્તા પુરી થવાની તૈયારી પર છે. કારણ કે ભારત સરકાર દ્વારા NSCN-IMની તમામ 8 માંગને મંજૂરી આપી છે. જેમાં નાગાલેન્ડ માટે અલગ પાસપોર્ટ અને ઝંડાની માંગ પણ છે.

IMPHAL TIMES.png

IMPHAL TIMES | ARCHIVE

આ સિવાય અમને ‘e-pao’ નામની વેબસાઈટ પર પણ આ પ્રકારના બીજા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ ઉત્તર-પુર્વ રાજ્યોના સમાચાર પત્રોમાં ભારત સરકારે NSCN-IMની તમામ 8 માંગ મંજૂર કરી લીધી છે. જેમાં નાગાલેન્ડ માટે અલગ પાસપોર્ટ અને અલગ ઝંડાની માંગ પણ સામેલ છે.

E-PAO.png

E-PAO | ARCHIVE 

આ બંને સમાચારના તમામ શબ્દ સમાન હતા. બંને સંમાચારના કોઈ ઠોસ પુરાવા આપવામાં આવ્યા ન હતા. તેમજ કોઈ મુખ્ય એજન્સી અને સમાચાર પત્રો દ્વારા પણ કોઈ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ન હતા.અમે આ પાછળની સમગ્ર વાર્તા શોધી કાઢી હતી. અલગ-અલગ કીવર્ડથી ગૂગલ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, NSCN-IM અને ભારત સરકાર વચ્ચે એક ‘framework agreement’ પર 3 ઓગસ્ટ 2015ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પીએમઓ ઈન્ડિયાના યુ-ટ્યુબ ચેનલ પર આ વિડિયો 3 ઓગસ્ટ 2015ના અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

આ ‘framework agreement’ને સરકારે ગુપ્ત રાખ્યો હતો. ત્યાર બાદ 2016માં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, સરકાર દ્વારા નાગાલેન્ડ માટે અલગ પાસપોર્ટ અને અલગ ઝંડાની માંગને મંજૂરી આપી દીધી છે. 13 જૂલાઈ 2016ના Indian express દ્વારા આ સંદર્ભમાં એક સમાચાર પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

INDIAN EXPRESS.png

INDIAN EXPRESS | ARCHIVE

30 જાન્યુઆરી 2016ના હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. સમાચારમાં સુત્રોના હવાલાથી લખવામાં આવ્યુ હતુ કે, જ્યારે ‘framework agreement’ને અંતિમ રૂપ આપવામાં આવ। ત્યારે નાગાલેન્ડને અલગ પાસપોર્ટ અને અલગ ઝંડો મંજૂર કરવાની સંભાવના છે.

HINDUSTAN TIMES.png

HINDUSTAN TIMES | ARCHIVE

22 જૂન 2016નો તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજીજૂએ એક ટ્વીટ દ્વારા આ વાતનો ઈન્કાર કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે નાગાલેન્ડ માટે અલગ પાસપોર્ટ અને ઝંડાને અલગ મંજૂરી આપી છે.

ARCHIVE

15 માર્ચ 2017ના રાજ્યસભામાં ડી.પી.ત્રિપાઠી દ્વારા ‘framework agreement’ને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજીજૂએ કહ્યુ હતુ કે, હજૂ આ કરારની ડિટેલ્સ આપવામાં નથી આવી. PIB દ્વારા એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી હતી.

PIB.png

ARCHIVE

19 જૂલાઈ 2018ના ‘ધ હિન્દુ’ દ્વારા પ્રસારિત એક સમાચારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ‘framework agreement’ માટેની સરકારે સંસદીય સમિતિને માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, નાગા સમૂહની અલગ સંસ્કૃતી અને ઓળખ જાળવી રાખવા નાગાલેન્ડને વિશેષ દર્જો આપવી સહમતી આપવામાં આવી છે. પરંતુ અલગ પાસપોર્ટ કે અલગ ઝંડો આપવાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

THE HINDU.png

THE HINDU | ARCHIVE

ત્યારબાદ અમે લોકસભાની વેબસાઈટ પર ચેક કર્યુ હતુ કે, નાગાલેન્ડના સંદર્ભમાં કોઈ સુધારા વિધયક મુકવામાં આવ્યો છે કે કેમ, પરંતુ આ અંગે અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

આમ, ઉપરોક્ત સંશોધન પરથી એ સાબિત થાય છે કે, ભારત સરકાર દ્વારા નાગાલેન્ડને અલગ પાસપોર્ટ કે ઝંડાની મંજૂરી આપવામાં આવી નથી. આ પ્રકારે ખોટા સમાચાર સોશિયલ મિડિયા પર વર્ષ 2016થી ફરી રહ્યા છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે,ભારત સરકાર દ્વારા નાગાલેન્ડને અલગ પાસપોર્ટ કે ઝંડાની મંજૂરી આપવામાં આવી નથી. આ પ્રકારે ખોટા સમાચાર સોશિયલ મિડિયા પર વર્ષ 2016થી ફરી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર નાગાલેન્ડને અલગ પાસપોર્ટ અને અલગ ઝંડાની માન્યતા આપવામાં આવી….? જાણો શું છે સત્ય………

Fact Check By: Yogesh Karia 

Result: False