ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો જૂનો વીડિયો ભ્રામક અને અધૂરી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયા મહારાજગંજ ખાતે પદયાત્રા માટે પહોંચ્યા ત્યાં ગ્રામીણ લોકોએ તેમનો વિરોધ કર્યો હતો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ પદયાત્રા માટે ઉત્તરપ્રદેશના મહારાજગંજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામીણ લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhavik Amin નામના ફેસબુક યુઝર દ્વારા 18 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યુપીમાં રુઝાન આવવાના શરુ થઈ ગયા.... આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયા મહારાજગંજ ખાતે પદયાત્રા માટે પહોંચ્યા ત્યાં ગ્રામીણ લોકોએ તેમનો વિરોધ કર્યો હતો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને News Tak સમાચાર ચેનલ દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 05 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના મહારાજગંજ ખાતે ભાજપના નેતા જયમંગલ કનૌજીયા પદયાત્રા માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાંના ગ્રામીણ લોકોએ તેમના વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસના કામોને લઈને પ્રશ્નો પૂછતાં મામલો બિચક્યો હતો અને લોકોએ પછી તેમનો વિરોધ કરતાં જયમંગલ કનૌજીયાને ત્યાંથી ભાગવું પડ્યું હતું.
દૈનિક ભાસ્કર દ્વારા પણ આજ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી.
આજ વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે અહીં જોઈ શકો છો. Dynamite News | News 24
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ પદયાત્રા માટે ઉત્તરપ્રદેશના મહારાજગંજ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ગ્રામીણ લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
Title:ઉત્તરપ્રદેશના ભાજપના નેતા જયમંગલ કનૌજીયાનો જૂનો વીડિયો ભ્રામક અને અધૂરી માહિતી સાથે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: Missing Context