તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરગાહ પર પહોંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરગાહ પર પહોંચ્યા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દરગાહ ખાતેની મુલાકાતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ સંત કબીરની મજાર પર પહોંચ્યા હતા. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

A Z  A  D ツ નામના ફેસબુક યુઝર દ્વારા 4 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અબ તેરા હી સહારા હૈ મેરે મૌલા...! - યોગી બાબા અંધભક્તો વોટ્સએપ યુનિવર્સિટી માં આવું દેખાડે છે કે પછી હિન્દુ મુસ્લિમ નો જ અભ્યાસક્રમ હોય છે..! . આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરગાહ પર પહોંચ્યા હતા.

Facebook Post | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને તેને રિવર્સ ઈમેજનો સહારો લઈને સહારો લઈને સર્ચ કરતાં અમને India TV દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 28 જૂન, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંત કબીરની મજારની મુલાકાત સમયે ટોપી પહેરવાની ના કહી હતી. સંત કબીરની 500 મી પુણ્યતિથી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કબીરની મજાર પર આવવાના હતા. તેના એક દિવસ પહેલાં જ યોગી આદિત્યનાથે આ મજારની મુલાકાત લીધી હતી.

Archive

એનડીટીવી ઈન્ડિયા દ્વારા પણ તેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથની કબીરની દરગાહની મુલાકાત ખૂબ જ વિવાદિત સાબિત થઈ હતી.

જ્યારે તેઓ મજાર પર ગયા ત્યારે ત્યાં હાજર એક મૌલવીએ તેમને ટોપી પહેરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યોગીએ તેને પહેરવાની સ્પષ્ટ ના પાડી અને મૌલવીનો હાથ પકડીને ટોપી લઈ લીધી. ત્યાર બાદ મૌલવીના કહેવા પર તેમણે તે ટોપીને સ્પર્શ કર્યો હતો. આ અંગે તમામ રાજકીય પક્ષોએ તેમને ટોણા માર્યા હતા અને આ અંગે ઘણી ચર્ચા પણ થઈ હતી.

Archive

આજ વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા જે તમે અહીં જોઈ શકો છો. Zee Hindustan | ABP NEWS HINDI

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દરગાહ ખાતેની મુલાકાતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2018 નો છે. જ્યારે તેઓ સંત કબીરની મજાર પર પહોંચ્યા હતા. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો જૂનો વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context