શું ખરેખર તાજેતરમાં નરેન્દ્ર મોદીના ગુરૂ દયાનંદ ગિરી મહારાજનું અવસાન થયું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Ratan Ramnani નામના ફેસબુક યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, हमारे देश के यशवी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गुरू श्री दयानंद गिरी जी महाराज का देहांत हो गया ॐ शांति। शान्ति शान्ति। આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુરુ દયાનંદ ગિરી મહારાજનું અવસાન થયું. આ પોસ્ટને 426 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 126 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 285 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.23-22_14_00.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુરુ દયાનંદ ગિરી મહારાજનું તાજેતરમાં નિધન થયું હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के गुरू श्री दयानंद गिरी जी महाराज का देहांत સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.23-22_32_33.png

Archive

ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, એનડીટીવી ઈન્ડિયા દ્વારા 24 સપ્ટેમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નરેન્દ્ર મોદીના ગુરુ દયાનંદ ગિરીનું 23 સપ્ટેમ્બર, 2015 ના રોજ નિધન થયું હતું. તેના પર નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું. પરંતુ આ સમાચારમાં જે ફોટો મૂકવામાં આવ્યો હતો તે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોથી બિલકુલ અલગ જ હતો. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-khabar.ndtv.com-2019.09.23-22_45_58.png

Archive

ઉપરના પરિણામ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, નરેન્દ્ર મોદીના ગુરુ સ્વામી દયાનંદ ગિરીનું તાજેતરમાં નહીં પરંતુ 23 સપ્ટેમ્બર, 2015 ના રોજ નિધન થયું હતું. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પણ સ્વામી દયાનંદ ગિરીનો નથી. હવે અમે અમારી વધુ તપાસમાં એ જાણવાની કોશિશ કરી હતી કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કોનો છે? તો અમને એનડીટીવી દ્વારા 10 મે, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકત્તા ખાતે રામક્રિષ્ના મિશન સેવા પ્રતિષ્ઠાન સંસ્થા ખાતે સારવાર લઈ રહેલા તેમના ગુરુ સ્વામી આત્મસ્થાનંદની મુલાકાત લીધી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.ndtv.com-2019.09.23-23_03_06.png

Archive

ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, સ્વામી આત્મસ્થાનંદ મહારાજનું નિધન ક્યારે થયું? તો અમને જાગરણ દ્વારા 19 જૂન, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખેલું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ સ્વામી આત્મસ્થાનંદનું 18 જૂન, 2017 ના રોજ નિધન થયું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.jagran.com-2019.09.23-23_12_59.png

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને સ્વામી આત્મસ્થાનંદના નિધન સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું એ માહિતી પ્રાપ્ત થઈ હતી જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના News Now દ્વારા જૂન 20, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક વધુ વીડિયો સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જેમાં સ્વામી આત્મસ્થાનંદ અને પ્રધાનમંત્રી મોદીને તમે જોઈ શકો છો.

Archive

આ તમામ સંશોધનના અંતે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બંને ગુરુ સ્વામી દયાનંદ ગિરી મહારાજ અને સ્વામી આત્મસ્થાનંદ મહારાજના ફોટો વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.

2019-09-23.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી મોદીના ગુરુ દયાનંદ ગિરી મહારાજનું 23 સપ્ટેમ્બર, 2015 ના રોજ નિધન થયું હતું. તેમજ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પણ સ્વામી દયાનંદ ગિરી મહારાજનો નહીં પરંતુ સ્વામી આત્મસ્થાનંદ મહારાજનો છે. તેમનું નિધન 18 જૂન, 2017 ના રોજ થયું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી મોદીના ગુરુ દયાનંદ ગિરી મહારાજનું 23 સપ્ટેમ્બર, 2015 ના રોજ નિધન થયું હતું. તેમજ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પણ સ્વામી દયાનંદ ગિરી મહારાજનો નહીં પરંતુ સ્વામી આત્મસ્થાનંદ મહારાજનો છે. તેમનું નિધન 18 જૂન, 2017 ના રોજ થયું હતું.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title: શું ખરેખર તાજેતરમાં નરેન્દ્ર મોદીના ગુરૂ દયાનંદ ગિરી મહારાજનું અવસાન થયું…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •