રાહુલ ગાંધીને હાલમાં જ મોદી સરનેમ કેસમાં દોષિત ગણાવતાં કોર્ટ દ્વારા 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમજ તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ પણ રદ્દ કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, “અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, જે કરવું હોય એ કરી લે, કોઈ ફરક નથી પડતો...” પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યારે નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ કરવામાં આવી તે સમયે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી ત્યારનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anand Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 23 માર્ચ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, માનનીય શ્રી રાહુલ ગાંધી માનહાનિ નાં કેસ માં દોષિત... જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, “અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, જે કરવું હોય એ કરી લે, કોઈ ફરક નથી પડતો...”

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એબીપી લાઈવ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 4 ઓગષ્ટ, 2022 ના રોજ એક પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યારે નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ કરવામાં આવી તે સમયે રાહુલ ગાંધીએ આપેલી પ્રતિક્રિયા.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Jansatta | AajTak | BBC News Hindi

અમારી વધુ તપાસમાં અમને રાહુલ ગાંધી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર પણ આજ વીડિયો સાથેની ટ્વિટ 4 ઓગષ્ટ, 2022 ના રોજ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં નેશનલ હેરાલ્ડ કેસમાં જ્યારે નેશનલ હેરાલ્ડની ઓફિસ સીલ કરવામાં આવી તે સમયે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી ત્યારનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:રાહુલ ગાંધીએ એવું કહ્યું કે, “અમે નરેન્દ્ર મોદીથી નથી ડરતા, જે કરવું હોય એ કરી લે, કોઈ ફરક નથી પડતો...” જાણો રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: Missing Context