શું ખરેખર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભજન મંડળીને 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં થોડા સમય પહેલા ગુજરાતના તમામ તલાટીઓને ગામની ભજન મંડળીની યાદી તૈયાર કરવા ફરમાન જાહેર કરવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિ વચ્ચે ઝી 24 ક્લાક ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતના દરેક ગામની ભજન મંડળીને દર મહિને 5000 રૂપિયા આપવાની સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઝી 24 ક્લાકની ન્યુઝ પ્લેટ સાથે છેડછાડ કરી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Prashant Nanda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના દરેક ગામની ભજન મંડળીને દર મહિને 5000 રૂપિયા આપવાની સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. પરંતુ અમને કોઈ વિશ્વનીય અહેવાલ પ્રાપ્ત થયો ન હતો. 

ત્યારબાદ અમે સીએમ ભૂપેન્દ્ર પટેલના સોશિયલ મિડિયા એકાઉન્ટ (ફેસબુક, ટ્વિટર) પર આ અંગે સર્ચ કર્યુ હતુ પરંતુ અમને આ પ્રકારની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યારબાદ અમે ઝી 24 ક્લાક ન્યુઝ ચેનલના ઈન્પુટ વિભાગનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ન્યુઝ પ્લેટમાં વાયરલ થઈ રહેલી ન્યુઝ પ્લેટ તદ્દન ખોટી છે. ઓરિજનલ પ્લેટ સાથે ચેડા કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.” 

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને ઝી 24 ક્લાક દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી ખુલાસો કર્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “ZEE 24 કલાકના લોગો સાથે શેર કરવામાં આવી રહેલા ભજન મંડળી અંગેના સમાચાર ફેક છે, આ સમાચાર પર ધ્યાન ન આપવા અપીલ.

https://www.facebook.com/zee24kalak.in/posts/1768142060203304?__cft__[0]=AZVPD_DiCEwrSpn93_lVsTBLemcv6JGX9WxykqVlVWvB1m8zpcLjg2_38BvAY4jE9v2s1Vw8A13ZzKGhcOxWNb53hzrXrbgvHEu49-yQ_IzcKqB24vBYLVHSn1cyfkqM8HXybHL3PzkflYEenWRRipIL&__tn__=%2CO%2CP-R

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઝી 24 ક્લાકની ન્યુઝ પ્લેટ સાથે છેડછાડ કરી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભજન મંડળીને 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False