શું ખરેખર સાઉદી અરેબિયામાં લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ છે….? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

સાઉદી અરેબિયા દ્વારા મસ્જિદોમાં માન્ય બાહ્ય લાઉડસ્પીકરની સંખ્યા ચાર સુધી મર્યાદિત કરી છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સાઉદી અરેબિયાને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉદી અરેબિયા દ્વારા લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Rohit R Rupapara નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાઉદી અરેબિયા દ્વારા લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.”

Facebook | Fb post Archive | Facebook

FACT CHECK

અમે મંત્રાલયના 3 માર્ચના પરિપત્રની કાળજીપૂર્વક તપાસ કરી અને ‘લાઉડસ્પીકર’નો કોઈ સંદર્ભ મળ્યો ન હતો. પરિપત્રમાં વાયરલ પોસ્ટસ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ લાઉડસ્પીકર અથવા કોઈ પ્રસારણ પ્રાર્થના તરીકે સૂચિબદ્ધ કંઈપણ નથી. પરિપત્રમાં કેટલાક ઉપયોગી પુસ્તકો વાંચવાનું મહત્વ, તેમના કાર્યમાં સંપૂર્ણ નિયમન, જરૂરી હોય ત્યાં સુધી ગેરહાજર ન રહેવું, ઉપવાસની ઇફ્તાર કરવા માટેના પ્રોજેક્ટ્સ માટે નાણાકીય દાન એકત્રિત ન કરવું વગેરેની સૂચિબદ્ધ કરવામાં આવી હતી. સૂચિમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઇફ્તાર મસ્જિદના પ્રાંગણમાં તેના માટે તૈયાર કરવામાં આવેલી જગ્યાઓ પર હોવી જોઈએ અને તેમાં ઇફ્તાર યોજવા માટે કોઈ કામચલાઉ રૂમ અથવા તંબુ બનાવવો જોઈએ નહીં.

Archive

અમે તપાસ કરી કે શું સાઉદી અરેબિયાએ દેશભરમાં લાઉડસ્પીકર્સ પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ આવા પ્રતિબંધના કોઈ પુરાવા મળ્યા નથી. વધુ શોધમાં અમને 20 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રકાશિત સિયાસત દૈનિક અહેવાલ મળ્યો. સિયાસત અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ દેશભરની મસ્જિદોમાં બાહ્ય લાઉડસ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત કરતા નિયમો જારી કર્યા છે.

19 જાન્યુઆરી, 2023ના રોજ પ્રકાશિત ગલ્ફ ન્યૂઝના અહેવાલમાં વધુ માહિતી જાહેર કરવામાં આવી હતી. જેમા આપેવામાં આવેલી માહિતી મુજબ, ઇસ્લામિક બાબતોના મંત્રી શેખ ડો. અબ્દુલ લતીફ બિન અબ્દુલ અઝીઝ અલ-શેખે નમાજ માટે મસ્જિદોમાં ચાર બાહ્ય લાઉડસ્પીકર્સનો ઉપયોગ કરવાની મર્યાદાનો આદેશ આપ્યો છે.

રિપોર્ટ અનુસાર, ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, ડો. અલ શેખે તમામ ઈમામોને મસ્જિદોમાંથી વધારાના લાઉડસ્પીકર, જો કોઈ હોય તો, દૂર કરવા સૂચના આપી હતી. તેમણે તેમને સલાહ આપી કે કાં તો તેમને પછીના ઉપયોગ માટે વેરહાઉસમાં સંગ્રહિત કરો અથવા મસ્જિદોને આપી દો કે જેની પાસે પૂરતું નથી.

મહત્ત્વની વાત એ છે કે, અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પ્રાર્થના દરમિયાન માઈક્રોફોનના અવાજથી વૃદ્ધો અને બાળકોને તકલીફ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર તરફથી આ પહેલો પ્રયાસ નથી. “ગયા વર્ષે, મંત્રાલયે ઉપવાસના મહિના દરમિયાન મસ્જિદોમાં લાઉડસ્પીકર માટે વોલ્યુમ સ્તર પર નિયંત્રણો જારી કર્યા હતા. સ્પીકર્સ તેમના મહત્તમ વોલ્યુમના ત્રીજા ભાગથી વધુ ન હોવા જોઈએ.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સાઉદી અરેબિયા દ્વારા લાઉડ સ્પીકર્સ પર કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. મસ્જિદોમાં માન્ય બાહ્ય લાઉડસ્પીકરની સંખ્યા ચાર સુધી મર્યાદિત કરી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર સાઉદી અરેબિયામાં લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ છે….? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading