તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, भाजपा सरकार होने का मतलब है दंगाराज, माफियाराज, गुंडाराज જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘ભાજપની સરકાર હોવાનો મતલબ એટલે દંગારાજ, માફિયારાજ, ગુંડારાજ’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધના નરેન્દ્ર મોદીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો વીડિયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નિવેદન એવું નિવેદન આપી રહ્યા છે કે, “ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર હોવાનો મતલબ એટલે દંગારાજ, માફિયારાજ, ગુંડારાજ પર બરાબર કંટ્રોલ”. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Parivar Azad Hind નામના ફેસબુક યુઝર દ્વારા 21 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હાસુ હાસુ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, भाजपा सरकार होने का मतलब है दंगाराज, माफियाराज, गुंडाराज જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘ભાજપની સરકાર હોવાનો મતલબ એટલે દંગારાજ, માફિયારાજ, ગુંડારાજ’.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગુલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો News 18 India દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 16 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક સમાચારમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, ઉત્તરપ્રદેશના સીતાપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરી હતી. જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે, “ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર હોવાનો મતલબ એટલે દંગારાજ, માફિયારાજ, ગુંડારાજ પર બરાબર કંટ્રોલ”. પરંતુ આ નિવેદનના વીડિયોમાં એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો આજ વીડિયો અમને અન્ય મીડિયા મધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Bharatiya Janata Party | Republic World | ABP Ganga

નીચે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના પોસ્ટમાં મૂકવામાં આવેલા અધૂરા વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધના નરેન્દ્ર મોદીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો વીડિયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નિવેદન એવું નિવેદન આપી રહ્યા છે કે, “ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર હોવાનો મતલબ એટલે દંગારાજ, માફિયારાજ, ગુંડારાજ પર બરાબર કંટ્રોલ”.

Avatar

Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય...

Fact Check By: Vikas Vyas

Result: Missing Context