
13 એપ્રિલ 2019ના ભાણજીભાઈ પટેલ નામના એક ફેસબુક યુઝર દ્વારા “શ્રીનગર લોકસભા થી પૂર્વ આતંકી કમાન્ડર રાષ્ટ્રવાદી સૈફુલ્લા ફારૂકી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે છે.
( મિત્રો આ પોસ્ટ દરેક જણ પોત પોતાની વોલ પર મુકો અને દેશ ના દરેક નાગરીક સુધી આ હકીકત પહોચાડવાનો પ્રયત્ન કરો )” નામના શીર્ષક સાથે એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપ દ્વાર શ્રીનગર લોકસભાની ટિકિટ પૂર્વ આંતકીને આપવામાં આવી છે. આ પોસ્ટમાં 266 લોકોએ પ્રતિભાવ આપ્યા હતા, 11 લોકોએ પોતાના મંતવ્ય આપ્યા હતા, અને 295 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

સંશોધન
ઉપરોક્ત પોસ્ટની તપાસ કરવી જરૂરી જણાતા અમે સૌ પ્રથમ ભાજપાની ઓફિશિયલ વેબસાઈટ www.bjp.org ની મુલાકાત લીધી હતી, ત્યાંથી અમને શ્રીનગરના ભાજપાના ઉમેદવારનું નામ મળ્યું હતું, ભાજપે શેખ ખાલીદ જહાંગીરને શ્રીનગરના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. માટે ઉપરોકત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે.
C2_JAMMU_KASHMIR_PHASE_2
ત્યારબાદ ઉપરોક્ત પોસ્ટમાં AK 47 હાથમાં લઈને ઉભેલો વ્યક્તિ કોણ છે? તે જાણવું પણ જરૂરી જણાતા અમે આ વ્યક્તિનો સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો મળ્યા હતા.

આ પરિણામોમાંથી અમને Outlookindia નામની વેબસાઈટ પર ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વ્યક્તિની માહિતી મળી હતી, જેમાં તેનું સાચુ નામ આશિષ સારિન હોવાનું જાણવા મળ્યું હતું અને તેણે AK47 સાથેનો ફોટો વર્ષ 2017માં તેના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે,

ભાજપે શેખ ખાલીદ જહાંગીરને શ્રીનગર લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે, જયારે ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે, કે ભાજપે પૂર્વ આતંકી કમાન્ડર રાષ્ટ્રવાદી સૈફુલ્લા ફારૂકીને ટિકિટ આપી છે અને એક ફોટો શેર કર્યો છે. જે ફોટો ખરેખર આશિષ સારિન નામના વ્યક્તિનો છે, નીચે અમે બંને વ્યક્તિના ફોટો મૂક્યા છે, જેમાં આપ ભાજપે જે વ્યક્તિને ટિકિટ આપી છે તેને અને પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે, તેને જોઈ શકો છો.

પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, શ્રીનગર લોકસભા બેઠક પરથી ભાજપે શેખ ખાલીદ જહાંગીરને ટિકિટ આપી છે, જયારે ઉપરોક્ત પોસ્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે ભાજપે પૂર્વ આતંકી કમાન્ડર રાષ્ટ્રવાદી સૈફુલ્લા ફારૂકીને ટિકિટ આપી છે. જે ખોટો સાબિત થાય છે..

Title:શું ખરેખર ભાજપે પૂર્વ આંતકીને ટિકિટ આપી.? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
