શું ખરેખર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ ઊંઘી રહ્યા છે…? જાણો સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National


Mukesh Solanki  નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019 ના રોજ ગુજરાતી વાતો નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  संसद में देश के गृहमंत्री सो रहे है और मोबाइल मे देखने वाले राहुल गांधी ट्रोल हो रहे है।.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 104 લોકોએ લાઈક કરી હતી. 34 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 25 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.07.10-14-40-27.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર અમિત શાહ સંસદ ભવનમાં આ રીતે બધાની સામે તેમજ ટીવી કેમેરાની નજર હેઠળ સૂતા જ હોત તો આ સમાચારને કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. પરંતુ અમારી પ્રાથમિક તપાસમાં અમને કોઈ પણ મીડિયા માધ્યમ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે ગુગલનો સહારો લઈ પોસ્ટમાં મૂકેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.  

screenshot-www.google.com-2019.07.10-14-59-00.png

Archive

ઉપરોક્ત પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ ભાજપના નેતા અને મંત્રી રવિશંકરપ્રસાદ કંઈક બોલી રહ્યા છે અને તેમની બાજુમાં અમિત શાહ બેઠેલા નજરે પડી રહ્યા છે એ ફોટો જાન્યુઆરી 2019 માં જ્યારે પાર્લામેન્ટનું શિયાળુ સત્ર મળ્યું હતું ત્યારનો આ ફોટો છે. ત્યાર બાદ અમે યુટ્યુબનો સહારો લઈ Ravi Shankar Prasad’s Speech in winter session of parliament January 2019 સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.07.10-15-12-45.png

Archive

ઉપરના પરિણામોમાં અમને ભારતીય જનતા પાર્ટીની યુટ્યુબ ચેનલ પર 9 જાન્યુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો પાર્લામેન્ટના શિયાળુ સત્રનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો. 

Archive

ઉપરના વીડિયોને ધ્યાનથી જોતા અમને માલૂમ પડ્યું કે, રવિશંકરપ્રસાદ 124 મા સંશોધન બિલ પર બોલી રહ્યા છે અને બાજુમાં બેઠેલા અમિત શાહ તેમને ધ્યાનથી સાંભળી રહ્યા છે. આ વીડિયોમાં 3.50 મિનિટ પછી રવિશંકરપ્રસાદ પોતાના હાથમાં રહેલા સંવિધાનના પુસ્તકને નીચે ટેબલ પર મૂકી દે છે.

ત્યાર બાદ આ વીડિયોમાં 16.17 મિનિટ પર અમિત શાહ ટેબલ પર રવિશંકરપ્રસાદ દ્વારા મૂકવામાં આવેલા પુસ્તકને લઈને તેના પાના ફેરવીને જોતા નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં 17.03 મિનિટ પર રવિશંક્રપ્રસાદ અને અમિત શાહ બંનેને તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોની સ્થિતિમાં જોઈ શકો છો. આ વીડિયોને ધ્યાનથી જોતાં તમને માલૂમ પડશે કે, આ સમયે પણ અમિત શાહ ઊંઘી રહ્યા ન હતી પરંતુ પુસ્તક વાંચી રહ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.youtube.com-2019.07.10-15-30-30.png

પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતાની તપાસ કરતો વીડિયો અમારી હિન્દી ટીમ દ્વારા ફેક્ટ ક્રેસેન્ડોની યુટ્યુબ ચેનલ પર પણ મૂકવામાં આવ્યો છે જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થયા છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. અમિત શાહ આ સંપૂર્ણ વીડિયોમાં ક્યાંય પણ ઊંઘતા નજરે નથી પડી રહ્યા.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પાર્લામેન્ટમાં જ્યારે રવિશંકરપ્રસાદ બોલી રહ્યા હતા તે સમયે અમિત શાહ ઊંઘતા ન હતા પરંતુ તેમના હાથમાં રહેલું પુસ્તક વાંચતા હતા.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ ઊંઘી રહ્યા છે…? જાણો સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False