શું ખરેખર હાલમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદના દ્રશ્યો છે….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે તણાવ ચાલુ છે. બંને દેશો એક બીજા પર રોકેટ નાથી રહ્યા છે. ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે પેલેસ્ટાઇનના ગાઝા પટ્ટી વિસ્તારમાં અનેક ઇમારતો ધરાશાયી થઈ છે. ઇઝરાઇલ-પેલેસ્ટિનિયન તણાવ દાયકાઓ જૂનો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પૂર્વ જેરૂસલેમના કેટલાક પેલેસ્ટિનિયન પરિવારોને ઇઝરાઇલથી પાછી ખેંચી લેવાની ફરજ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેનો પેલેસ્ટાઈન લોકોએ વિરોધ કર્યો છે.

રમજાન મહિનાના છેલ્લા શુક્રવારે (7 મે 2021), અલ-અક્સા મસ્જિદ (ઇસ્લામની ત્રીજી પવિત્ર જગ્યા)માં પેલેસ્ટાનીઓ અને ઇઝરાઇલી સુરક્ષા દળો વચ્ચે મુકાબલો થયો હતો. આમાં ઘણા ઘાયલ થયા હતા. ત્યારબાદથી બંને તરફથી આક્રમક હુમલાઓ ચાલુ છે. બધા ભયાનક ચિત્રો અને વિડિયો તેની પુષ્ટિ કરે છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો હાલમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2014માં થયેલા હુમલાનો છે. હાલમાં કરવામાં આવેલા હુમલાનો ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગીગૈયા દિનેશ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 મે 2021ના Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ફોટો હાલમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદનો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો યુરોપિયન પ્રેસ ફોટો એજન્સી (ઇપીએ) ની છે. “ધ વોલ સ્ટ્રીટ જર્નલ” દ્વારા 29 જુલાઇ, 2014ના રિપોર્ટમાં આ તસવીર પ્રકાશિત કરવામાં આવી છે. 

આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઇઝરાઇલે ગાઝાના એકમાત્ર પાવર પ્લાન્ટને નિશાન બનાવ્યો. આને કારણે, ગાઝાની 18 મિલિયન લોકોની મોટાભાગની વસ્તી અંધકારમાં ડૂબી ગઈ હતી. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 8 જુલાઈથી 29 જુલાઇ 2014 વચ્ચે થયેલા આ હુમલાઓમાં 1,200 પેલેસ્ટાનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, ઇઝરાઇલના 53 સૈનિકો અને 3 નાગરિકો માર્યા ગયા.

ધ વોલ સ્ટ્રીટ જર્નલ | સંગ્રહ

EPAની આ ફોટો BBC, ન્યુ યોર્ક પોસ્ટ વેબસાઈટ પર પણ પ્રકાશિત કરવામાં આવી હતી.

હાલમાં એટલે કે, વર્ષ 2021માં પણ પેલેસ્ટાઇન અને ઇઝરાઇલ વચ્ચે તણાવ ચાલુ જ છે. ઇઝરાયલે ગાઝાના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. બદલામાં પેલેસ્ટાઇને ઇઝરાઇલ તરફ સેંકડો રોકેટ છોડ્યા છે. તમે આ લિંક પર હાલના ફોટા જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2014માં થયેલા હુમલાનો છે. હાલમાં કરવામાં આવેલા હુમલાનો ફોટો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર હાલમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદના દ્રશ્યો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False