શું ખરેખર રાજસ્થાનમાં ઓક્સિજનનો બગાડ થઈ રહ્યો છે તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં ઠેર-ઠેર ઓક્સિજનની જરુરિયાત ઉભી થઈ છે અને તેની અછતને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે ટેન્કરમાંથી લીક થઈ રહેલા ગેસનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનમાં ઓક્સિજન માટેનું કોઈ સ્ટોરેજ ન હોવાથી કેન્દ્ર સરકારને બદનામ કરવા માટે આ રીતે ઓક્સિજનનો બગાડ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં રાજસ્થાનના જયપુર ખાતે બનેલી ઘટનાનો છે. જેમાં એમોનિયાથી ભરેલું એક ટેન્કર પુલ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો પરંતુ તંત્રને તરત જ જાણ કરવામાં આવતાં તંત્ર દ્વારા ફાયર બ્રિગેડની મદદથી તેના પર પાણીનો છંટકાવ કરીને એક મોટી દુર્ઘટના થતાં અટકાવી દેવામાં આવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Lalit Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 15 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાજસ્થાન માં ઓક્સિજન સ્ટોરેજ ના હોય, કેન્દ્રિય સરકાર ને બદનામ કરવા આ રીતે ઓક્સિજન નો બગાડ કરે છે.😡🙏. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનમાં ઓક્સિજન માટેનું કોઈ સ્ટોરેજ ન હોવાથી કેન્દ્ર સરકારને બદનામ કરવા માટે આ રીતે ઓક્સિજનનો બગાડ કરવામાં આવી રહ્યો છે તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Live Hindustan દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર 25 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના રાજસ્થાનના જયપુરના શિવદાસપુરા રાધાસ્વામી સત્સંગ સ્થળ નજીક બની હતી. જેમાં એમોનિયાથી ભરેલું એક ટેન્કર પુલ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો પરંતુ તંત્રને તરત જ જાણ કરવામાં આવતાં તંત્ર દ્વારા ફાયર બ્રિગેડની મદદથી તેના પર પાણીનો છંટકાવ કરીને એક મોટી દુર્ઘટના થતાં અટકાવી દેવામાં આવી હતી. 

Archive

આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છે. Zee Rajasthan | First India News Rajasthan

bhaskar.com દ્વારા પણ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

screenshot-www.bhaskar.com-2021.05.17-18_06_29.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં રાજસ્થાનના જયપુર ખાતે બનેલી ઘટનાનો છે. જેમાં એમોનિયાથી ભરેલું એક ટેન્કર પુલ સાથે ટકરાતાં તેમાંથી ગેસ લીક થયો હતો. આ ઘટનાને ઓક્સિજન કે હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર રાજસ્થાનમાં ઓક્સિજનનો બગાડ થઈ રહ્યો છે તેનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False