શું ખરેખર કોરોનાના કારણે એક અઠવાડિયામાં ઈંડા માંથી બચ્ચા નિકળ્યા…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Krish Narola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક અઠવાડિયા પછી કોરોના ને કારણે હજારો લાખો ઈંડા ફેકી દેવામાં આવ્યા હતા તે આજે સરસ બચ્ચા છે આ પ્રકૃતિ નિ રચના છે મહેરબાની કરીને કોઈ પણ જીવ ને ખાતા પહેલા હજાર વખત વિચાર કરજો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોરોનાના કારણે એક અઠવાડિયા પહેલા રસ્તામાં નાખવામાં આવેલા ઈંડા માંથી બચ્ચા પેદા થઈ ગયા.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને પાક્સિતાન ફેસબુક પેજ “પાકિસ્તાન નો અવાજ”માં આ વિડિયો 29 માર્ચ 2020ના શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો કરાચીના ઉત્તરી બાઈપાસ પાસે કોઈ શખ્સ દ્વારા આરાજક્તા ફેલાવવા પોઈટરી ફાર્મમાંથી મરઘીના બચ્ચાને છોડી મુકવામાં આવ્યા હતા.”

ARCHIVE

તેમજ અન્ય એક પાકિસ્તાની ફેસબુક યુઝર All About Here નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 માર્ચના આ જ ઘટના સ્થળના વિડિયોને બીજા એંગલથી શેર કર્યો હતો. તેમજ તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ મુરઘીના બચ્ચામાં કોઈ વાયરસ નથી તે ચેક કરવા તેને ઉઠાવી રહ્યા છે.” જે તમે નીચે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને પાકિસ્તાનની વેબસાઈટ jeeveypakistan.com નામની વેબસાઈટ દ્વારા પ્રકાશિત આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “શહેરમાં વ્યાવસાયો બંધ કરવામાં આવ્યા છે.તેની સાથે શહેરમાં ચિકનનું વેચાણ પણ બંધ કરવામાં આવી રહ્યું છે. તે સંભાવનાને લઈ લોકો દ્વારા શહેરના ઉત્તર પૂર્વિય હાઈ-વે પર લોકો મરધીના બચ્ચાને છોડી ગયા હતા.”

JEEVEYPAKISTAN.COM | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં કોરોનાના કારણે એક અઠવાડિયા પહેલા ઈંડા નાખી દેવામાં આવ્યા હોઈ અને તેમાંથી બચ્ચા નીકળ્યા હોય તે વાત તદ્દન ખોટી છે. આ વિડિયો કરાચીનો છે. ત્યાંના ઉત્તર-પૂર્વિય હાઈ-વે પર કોઈ મરઘીના બચ્ચાને ફેકી ગયા હોવાનું સાબિત થાય છે. 

Avatar

Title:શું ખરેખર કોરોનાના કારણે એક અઠવાડિયામાં ઈંડા માંથી બચ્ચા નિકળ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •