જામનગરના સાંસદ પૂનમબેન માડમના જૂના વિડિયોને વડોદરાનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

સોશિયલ મિડિયામાં જામનગર સાંસદ પૂનમબેન માડમનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં જોવા મળે છે. પૂનમબેન માડમ અધિકારીઓ જોડે વાત કરી રહ્યા છે અને બાદમાં તેઓ નીચે રહેલી ગટ્ટરમાં પડી જાય છે. ત્યારબાદ ઘાયલ અવસ્થામાં તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જામનગરના સાંસદ પૂનમબેન માડમ સાથે આ ઘટના વડોદરા શહેરમાં બનવા પામી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સાંસદ પૂનમબેન સાથે આ ઘટના વડોદરામાં નહિં પરંતુ જામનગરમાં આજ થી 6 વર્ષ પહેલા વર્ષ 2016માં બનવા પામી હતી. વડોદરામાં આ પ્રકારની ઘટના બની ન હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

वतन ए आजादी आजादी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામનગરના સાંસદ પૂનમબેન માડમ સાથે આ ઘટના વડોદરા શહેરમાં બનવા પામી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને યુટ્યુબ પર આ જ વિડિયો આજતકની ઓફિશિયલ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. જે વિડિયો 16 મે 2016ના અપલોડ કરવામાં આવ્યો હતો એટલે કે આજ થી છ વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો. 

જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જામનગરના સાંસદ પૂનમબેન માડમ જામનગરના ઈન્દિરા માર્ગ પરની જલારામ ઝૂંપડપટ્ટીમાં ચાલી રહેલી ડિમોલિશનની તપાસ કરવા ગયા હતા. તે સમયે ગટ્ટર પર બનાવેલો કાચો રસ્તો તૂટતા તે ગટ્ટરમાં પડ્યા હતા અને ફેક્ચર તેમજ માથાના ભાગે ઇજા પહોંચી હતી.

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને દિવ્યભાસ્કર અને ન્યુઝ18 ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સોમવારે કોર્પોરેશન દ્વારા ઓપરેશન ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે સબબ પૂનમબેન માડમ રહેવાસીઓ માટે બે દિવસની મુદ્દત માગવા સંદર્ભે કોર્પોરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરવા ગયા હતા. દરમિયાન કેનાલ પર મુકવામાં આવેલી પાપડી તૂટી પડી હતી. જેમાં પૂનમબેનને માથાના ભાગે ઇજા થઇ હતી. તેમને સારવાર માટે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે મુંબઇ સ્થિત હરિકિશન રિલાયન્સ મેડિકલ ફાઉન્ડેશન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે પૂનમબેન માડમ સાથે જામનગર મનપાના હાજર અધિકારી રાજભાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પૂનમબેન માડમ સાથે આ ઘટના જામનગરમાં બનવા પામી હતી, વડોદરામાં નહિં, ડિમોલેશનની કામગિરી વખતે તેઓ ત્યા આવ્યા હતા.” 

તેમજ આપને જણાવી દઈએ કે, પૂનમબેન હાલમાં જામનગરના સાંસદ છે. અને જે જગ્યા ડિમોલેશન હાથ ધરવાનું હતુ તે જગ્યા પર ડિમોલેશન સામે કોર્ટ દ્વારા સ્ટે મુકવામાં આવ્યો હતો અને હાલમાં પણ આ વિસ્તાર અસ્તિત્વમાં છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સાંસદ પૂનમબેન સાથે આ ઘટના વડોદરામાં નહિં પરંતુ જામનગરમાં આજ થી 6 વર્ષ પહેલા વર્ષ 2016માં બનવા પામી હતી. વડોદરામાં આ પ્રકારની ઘટના બની ન હતી.

Avatar

Title:જામનગરના સાંસદ પૂનમબેન માડમના જૂના વિડિયોને વડોદરાનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False

Leave a Reply