શું ખરેખર રાજસ્થાનના કોટાની સુધા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની કિડની નીકાળી લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

Coronavirus False સામાજિક I Social

My Baroda નામના ફેસબુક પેજ દ્વારા 29 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ વિડિઓ રાજસ્થાન ના કોટા જિલ્લામાં આવેલી સુધા હોસ્પિટલ નો છે. આ વિડિઓ સાચો છે કે ખોટો એ નક્કી નથી પણ એક ભાઈ ને કારોના ની સારવાર માટે સુધા હોસ્પિરલ,કોટા માં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થઈ ગયુ હતુ હવે જયારે પરિવાર જનો એ જોયું તો જે જગ્યા એ કિડની હોય છે ત્યાં ચીરો મારી ને પટ્ટી લગાવવામાં આવી હતી.પરિવાર ના લોકો નો આરોપ છે કે કિડની કાઢી લીધી છે. અમે પહેલા પણ કહ્યું હતું અને હજુ પણ કહીયે છીએ કે કારોના મહામારી કોઈ ના માટે આફત તો કોઈ ના માટે અવસર છે. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનના કોટા ખાતે આવેલી સુધા હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવેલા દર્દીનું મૃત્યુ થઈ જતાં તેની કિડની નીકાળી લેવામાં આવી તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 76 લોકોએ લાઈક કરી હતી. 9 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 32 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.03-21_18_41.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રાજસ્થાનના કોટા ખાતે આવેલી સુધા હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવેલા દર્દીનું મૃત્યુ થઈ જતાં તેની કિડની નીકાળી લેવામાં આવી તેનો આ વીડિયો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને INDIA NEWZ 2020 દ્વારા 6 નવેમ્બર, 2020 ના રોજ યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કોટા નિવાસી બાબુલાલ વર્માને રોડ અકસ્માતમાં માથા પર ગંભીર ઈજાઓ થતાં સુધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.

પરંતુ પરિવારજનોને મૃતકના પેટની જગ્યા પર પાટો બાંધવામાં આવ્યો હોવાથી તેમને શક જતાં હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનો દ્વારા મૃતકનું પોસ્ટમોર્ટમ મેડિકલ બોર્ડ દ્વારા કરવાની માંગ કરવામાં આવી હતી. 

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. LIFE LIGHT

અમારી વધુ તપાસમાં અમને patrika.com દ્વારા 4 નવેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ડોક્ટરો દ્વારા મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં કિડની અંદર જ હોવાનું માલૂમ પડ્યું હતું. તેમજ પરિવારજનો દ્વારા દર્દીનું બિલ ન ચૂકવવું પડે એ માટે આ પ્રકારે વીડિયો બનાવી હંગામો કરવામાં આવ્યો હતો.

screenshot-www.patrika.com-2020.09.03-22_03_40.png

Archive

સુધા હોસ્પિટલના ટ્વિટર એકાઉન્ટ પર પણ ડોક્ટર દ્વારા વીડિયો મૂકીને પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.

Archive

સુધા હોસ્પિટલની વેબસાઈટ પર પણ તમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરતા સમાચાર અને અન્ય માહિતી જોઈ શકો છો.

ઉપરોક્ત સંપૂર્ણ સમાચારોમાં અમને ક્યાંય પણ આ ઘટનાનો કોરોના વાયરસ સાથે સંબંધ હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.


ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો સુધા હોસ્પિટલનો વીડિયો વર્ષ 2018 માં બનેલી ઘટનાનો છે. જ્યાં મૃતકના પરિવારજનો દ્વારા બિલના નાણાં ન ચૂકવવા પડે એ માટે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરીને હંગામો કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં એ પણ સાબિત થઈ ગયું હતું કે, મૃતકની કોઈ કિડની નીકાળવામાં આવી ન હતી. તેમજ આ ઘટનાને કોરોના મહામારી સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો સુધા હોસ્પિટલનો વીડિયો વર્ષ 2018 માં બનેલી ઘટનાનો છે. જ્યાં મૃતકના પરિવારજનો દ્વારા બિલના નાણાં ન ચૂકવવા પડે એ માટે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરીને હંગામો કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં એ પણ સાબિત થઈ ગયું હતું કે, મૃતકની કોઈ કિડની નીકાળવામાં આવી ન હતી. તેમજ આ ઘટનાને કોરોના મહામારી સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર રાજસ્થાનના કોટાની સુધા હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીની કિડની નીકાળી લેવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False