જાણો તાજેતરમાં હાવડા બ્રિજ પર બંગાળમાં ભાજપની જીતની ઉજવણીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હાવડા બ્રિજ પર બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો આ વીડિયો બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો નહીં પરંતુ માર્ચ 2026માં હાવડા બ્રિજ પર મનાવવામાં આવેલી હોળીનો છે. આ વીડિયોને બંગાળમાં ભાજપની જીત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જ વીડિયો 9 માર્ચ, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ ચૂંટણીના પરિણામો પહેલાંનો અને જૂનો છે.

https://www.instagram.com/reel/DVp9rqmkfhP

અમારી વધુ તપાસમાં અમને વધુ એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા આ જ દ્રશ્યો સાથેનો વધુ એક વીડિયો 1 માર્ચ, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

https://www.instagram.com/mukeshshaw130/reel/DVV6oTdD_GW

વધુમાં અમને PTI દ્વારા પણ આ વીડિયો જૂનો હોવાની માહિતી આપતી ટ્વિટર પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.

https://twitter.com/PTI_News/status/2051715460673274243/photo/1

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો આ વીડિયો બંગાળમાં ભાજપની જીતની ઉજવણીનો નહીં પરંતુ માર્ચ 2026માં હાવડા બ્રિજ પર મનાવવામાં આવેલી હોળીનો છે. આ વીડિયોને બંગાળમાં ભાજપની જીત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં હાવડા બ્રિજ પર બંગાળમાં ભાજપની જીતની ઉજવણીના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *