એર હોસ્ટેસનો આ વીડિયો પ્લેન ક્રેસ થયુ તેની થોડી મિનિટ પહેલાનો નથી… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ વીડિયો 11 સપ્ટેમ્બરના સોશિયલ મીડિયામાં એટલે કે ટિકટોકમાં અપલોડ કરવામાં આવ્યો હતો. 

15 જાન્યુઆરી 2023ના એક પ્લેન ક્રેસ થયુ હતુ. જે નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ એરલાઇન્સનું એક વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયુ હતુ. જેમા સવાર 68 લોકોના મોત થયા હતા. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એર હોસ્ટેટસ પ્લેનની અંદર વીડિયો બનાવતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેપાળમાં જે પ્લેન ક્રેસ થયુ તેની થોડી મિનિટો પહેલાનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

આમ આદમી ન્યુઝ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નેપાળમાં જે પ્લેન ક્રેસ થયુ તેની થોડી મિનિટો પહેલાનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને NDTV દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “નેપાળમાં અકસ્માત ગ્રસ્ત થયેલા પ્લેનમાં પીડિતોમાં 24 વર્ષીય ફ્લાઇટ એટેન્ડન્ટ ઓશિન આલે મગરનો પણ સમાવેશ થાય છે, જો કે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે જે પ્લેન ક્રેસની થોડી મિનિટો પહેલાનો નહીં પરંતુ 11 સપ્ટેમ્બર 2022નો છે.” 

NDTV | ARCHIVE

જો કે, ભારતમાં તો ટિકટોક બંધ છે. તેથી અમે અમારી ફેક્ટ ક્રેસન્ડોની કંબોડિયા ટીમને ટિકટોક પર આ વીડિયો શોધવા પ્રયત્ન કરવા કહ્યુ હતુ. જે વીડિયો તેમને મળ્યો હતો.

અમારી ટીમ દ્વારા પણ પૃષ્ટી કરવામાં આવી હતી કે, ઓશિન આલે મગરનો આ વીડિયો 11 સપ્ટેમ્બર 2022નો છે. તેમની પ્રોફાઇલમાં આ વીડિયો 11 સપ્ટેમ્બર 2022ના અપલોડ (સંગ્રહ)કરવામાં આવ્યો છે. હાલમાં અપલોડ કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ 11 સપ્ટેમ્બર 2022નો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:એર હોસ્ટેસનો આ વીડિયો પ્લેન ક્રેસ થયુ તેની થોડી મિનિટ પહેલાનો નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply