ટોલ ભર્યા પછી વાહન બંધ થાય તો શું ટોલ કંપનીએ વાહનચાલકોને મફત પેટ્રોલ આપવું પડશે…? જાણો શું છે સત્ય….
અમારી પડતાલ પરથી સાબિત થાય છે કે ટોલ કંપનીના વાહનોને મફતમાં ઈંધણ આપવાનો વાયરલ થયેલો મેસેજ ખોટો છે. એવો કોઈ નિયમ નથી.
ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ પ્રો. રંજના પ્રવિણ દેશમુખના નામે ટોલ અંગેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સંદેશમાં જણાવાયું છે કે ટોલ બૂથ પર ફી ભર્યા પછી, મુસાફરી દરમિયાન વાહનમાં ભંગાણ અથવા તબીબી કટોકટીના કિસ્સામાં વાહનચાલકોને મફત સહાય પૂરી પાડવાની જવાબદારી ટોલ કંપનીની છે.
આટલું જ નહીં, મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે “જો ઈંધણ સમાપ્ત થઈ જાય તો તમે ટોલ રિસીપ્ટ પરના હેલ્પલાઈન નંબર પર કોલ કરીને 5 થી 10 લીટર પેટ્રોલ માંગી શકો છો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
વિપુલ શાહ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જો ઈંધણ સમાપ્ત થઈ જાય તો તમે ટોલ રિસીપ્ટ પરના હેલ્પલાઈન નંબર પર કોલ કરીને 5 થી 10 લીટર પેટ્રોલ માંગી શકો છો.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગ્રાહક સુરક્ષા સમિતિનો સંપર્ક કર્યો અને તેમને આ વાયરલ મેસેજ વિશે પૂછ્યું. તેમણે માહિતી આપી હતી કે, પ્રો. રંજના પ્રવિણ દેશમુખ નામની કોઈ પણ સમિતિના અધ્યક્ષ નથી. ઉપરાંત, સમિતિએ ટોલ અંગેનો વાયરલ મેસેજ જારી કર્યો નથી. સમિતિના નામે ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.
ટોલ નિયમો શું કહે છે?
ટોલ પ્લાઝા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હેઠળ આવે છે. ગયા વર્ષે 15 ફેબ્રુઆરીથી તમામ ટોલ બૂથ પર FASTag ફરજિયાત કરવામાં આવ્યું છે.
ABP liveના સમાચાર અનુસાર, નેશનલ હાઈવે ઓથોરિટીએ 2021માં FASTag ફરજિયાત બનાવ્યું છે અને જો ટોલ પ્લાઝા પર તેને સ્કેન કરવામાં ન આવે તો વાહન માલિકે પૈસા ચૂકવવાની જરૂર નથી.
જ્યારે ફેક્ટ ક્રેસેન્ડોએ નેશનલ હાઈવે ઓથોરિટીનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે વાયરલ મેસેજમાંની માહિતી પાયાવિહોણી છે. તેમણે કહ્યું કે કટોકટીની પરિસ્થિતિઓ માટે ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ અને ટોઇંગ વાહનો ઉપલબ્ધ હોવા જોઈએ.
જો કે, આનો અર્થ એ નથી કે ફસાયેલા વાહનને રિપેર કરવાની અથવા મફતમાં ઇંધણ પૂરુ પાડવાની જવાબદારી ટોલ કંપનીની છે. આ મેસેજ સોશિયલ મિડિયા પર ઘણા વર્ષોથી શેર કરવામાં આવી રહ્યો છે. સત્તાધીશોએ વારંવાર આ વાતને નકારી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે ટોલ કંપનીના વાહનોને મફતમાં ઈંધણ આપવાનો વાયરલ થયેલો મેસેજ ખોટો છે. એવો કોઈ નિયમ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ટોલ ભર્યા પછી વાહન બંધ થાય તો શું ટોલ કંપનીએ વાહનચાલકોને મફત પેટ્રોલ આપવું પડશે...? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: False