પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં પાર્કિગમાં રહેલી સીડી તેની રીતે ચાલતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના પાર્કિગનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chiragpatni113 નામના ઇન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તારીખ 07 જાન્યુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના પાર્કિગનો છે.”

Instagram | In post Archive | In video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આજતક દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે આ ઘટના ઉત્તરપ્રદેશના ગ્રેટર નોયડાના મહાગુન મોર્ડન સોસાયટીના બેઝમેન્ટની છે. જે સમગ્ર અહેવાલ તમે નીચે જોઈ શકો છો.

https://aajtak.intoday.in/video/viral-video-ladder-moving-mahagun-society-greater-noida-uttar-pradesh-dbz-1-1157728.html?jwsource=cl

ARCHIVE

Dailytranding news દ્વારા પણ આ ઘટનાનો એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે વિડિયોને ધ્યાનથી જોતા જમીન ઢાળ વાળી દેખાઈ રહ્યુ છે. તેમજ સીડીનો એક પાયો ટૂકો છે. તેમજ જમીન લપસણો છે. જ્યારે સીડી લપસવાનું શરૂ કરે છે. તે સમયે જ વિડિયો શૂટ કરવામાં આવ્યો છે.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, કોઈએ ઘટનાને ટૂંક સમયમાં શૂટ કરી, કદાચ થોડીક બીક, તોફાન પેદા કરવા માટે અથવા પેરાનોર્મલ, ભૂત દાવા સાથે વાયરલ કરવા વિડિઓ બનાવ્યો હોઈ શકે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fact Check: શું ખરેખર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના પાર્કિંગનો આ વીડિયો છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Frany Karia

Result: False