Fake News: શું ખરેખર અમેરિકાના ન્યુયોર્કના અકસ્માતનો આ વીડિયો છે જેમાં 50 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ ગત વર્ષનો છે અને તેમજ ન્યુયોર્કનો નહિં પરંતુ ટેક્સાસના I-35 હાઈ-વે પરનો છે. તેમજ આ અકસ્માતમાં 50 લોકોના નહિં પરંતુ 6 લોકોના મોત થયા હતા.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક બાદ એક બાદ વાહનો એકબીજા સાથે અથડાતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકાના ન્યુયોર્કમાં હાલમાં ભયંકર અકસ્માત થયો જેમાં 50 લોકોના મોત થયા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ahmadabad news નામના ઇન્સ્ટાગ્રામ યુઝર દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકાના ન્યુયોર્કમાં હાલમાં ભયંકર અકસ્માત થયો જેમાં 50 લોકોના મોત થયા.”

Instagram | In post Archive | In video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ જ વીડિયો યુટ્યુબ પર ઈન્સાઈડ એડિશન નામની ઓફિશિયલ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. 

જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો ટેક્સાસનો છે. જેમાં 100થી વધુ કાર અથડાઈ હતી અને ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. I-35 હાઇ-વે પર અકસ્માત સર્જાયો હતો.” 

તેમજ એબીસી ન્યુઝ દ્વારા આ ઘટના સ્થળના દિવસના ફોટો પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

Abcnews | Archive

આ ઘટનાનો બીજા એંગલથી વીડિયો પણ તમે નીચે જોઈ શકો છો. જેમાં પણ ઉપરના અહેવાલમાં આપવામાં આવેલી જ માહિતી આપવામાં આવી હતી.

તેમજ CNBC દ્વારા બીજા દિવસના બચાવ કામગીરીના ડ્રોન વિઝ્યુલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, 6 લોકોના આ અકસ્માતમાં મૃત્યુ થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો હાલનો નહિં પરંતુ ગત વર્ષનો છે અને તેમજ ન્યુયોર્કનો નહિં પરંતુ ટેક્સાસના I-35 હાઈ-વે પરનો છે. તેમજ આ અકસ્માતમાં 50 લોકોના નહિં પરંતુ 6 લોકોના મોત થયા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર અમેરિકાના ન્યુયોર્કના અકસ્માતનો આ વીડિયો છે જેમાં 50 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False