જાણો શરાબ અને નોનવેજ ખાઈ રહેલા રાહુલ ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શરાબ સાથે નોનવેજ આરોગી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી શરાબ સાથે નોનવેજ ખાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રાહુલ ગાંધીનો શરાબ અને નોનવેજ સાથેનો જે ફોટો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પ્રહાર નામના ફેસબુક યુઝર દ્વારા 9 જાન્યુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તપસ્વી ગુંજાલ તપસ્યા મે લીન  આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી શરાબ સાથે નોનવેજ ખાઈ રહ્યા છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરુઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને સર્ચ કરતાં અમને ParanjoyGuhaThakurta નામના એક પત્રકાર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 7 જાન્યુઆરી, 2023 ના રોજ તેમના સત્તાવાર ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, તેઓ જ્યારે પંજાબ તરફ જઈ રહ્યા હતા ત્યારે સંજોગોવસાત તેમની મુલાકાત કરનાલ ખાતેના એખ ઢાબા પર થઈ હતી. તેઓએ તેમનું લખેલું એક પુસ્તક પણ ભેટ કર્યું હતું.

આ ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, રાહુલ ગાંધીના ટેબલ પર કોઈ શરાબ કે નોનવેજ જોઈ શકાતું નથી. તેમજ તે શાકાહારી જ જમી રહ્યા છે.

ભારત જોડો યાત્રાની સત્તાવાર વેબસાઈટ પર તેમજ ટાઈમ્સ નાઉ ન્યૂઝ દ્વારા પણ એક અહેવાલમાં આ ફોટો મૂકવામાં આવ્યો હતો.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ન્યૂઝ 24 દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 7 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ પોસ્ટમાં મૂકવામાં આવેલા રાહુલ ગાંધીના ફોટોને તમે 0.12 મિનિટ પછી જોઈ શકો છો.

નીચે તમે વાયરલ ફોટો અને રાહુલ ગાંધીના ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રાહુલ ગાંધીનો શરાબ અને નોનવેજ સાથેનો જે ફોટો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:જાણો શરાબ અને નોનવેજ ખાઈ રહેલા રાહુલ ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Altered