Sandip Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ઓગસ્ટ, 2018 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, શું દેશ ના વડાપ્રધાન ને હવે એ પણ શીખવાડવું પડશે કે રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે તેનું આ રીતે અપમાન ના થવું જોઈએ.અથવા આવા કૃત્યો દ્વારા દેશના વડાપ્રધાન ની નકારાત્મક માનસિકતા છતી થાય છે તે કેટલું યોગ્ય ગણાય. જ્યારે આ પોસ્ટની અંદરના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું, 52 સેકન્ડ તરસ ના રોકી શક્યા સાહેબ. આ પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રગાન ચાલી રહ્યું છે અને પાણી પીતા નજરે પડે છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકોએ લાઈક કરી હતી, 57 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 205 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Face book | Archive

સંશોધન

ઉપરક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લીધો તો અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.05.20-01-11-24.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને એ માહિતી જરૂર પ્રાપ્ત થઈ કે પ્રધાનમંત્રીનો આ ફોટો 15 ઓગસ્ટ, 2018 ના દિવસે જ્યારે તેમણે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું ત્યારનો છે.

ઉપરોક્ત તપાસ બાદ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 15 ઓગસ્ટ, 2019 ના રોજના વીડિયોને શોધી કાઢ્યો. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

આ વીડિયોને અમે ધ્યાનથી જોતા અમને ખબર પડી કે, પ્રધાનમંત્રી મોદી પોતાનું ભાષણ પૂરું કર્યા બાદ પાણી પીવે છે તરત જ રાષ્ટ્રગાન ચાલુ થાય છે તો તેઓ પાણીનો ગ્લાસ નીચે મૂકીને તરત જ સીધા ઉભા રહી જાય છે. પરંતુ પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયો પ્રમાણે ક્યાંય પણ રાષ્ટ્રગાન ચાલુ હોય અને મોદી પાણી પીતા હોય એવું જોવા મળ્યું ન હતું.

અમે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયો અને ઓરિજનલ વીડિયોની સરખામણી કરી તો સ્પષ્ટ જોઈ શકાય છે કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયોને એડિટીંગ કરવામાં આવ્યો છે. આ બંને વીડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પૂરા વીડિયોમાં પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રગાનનું અપમાન કરવામાં આવ્યું હોય એવું ક્યાંય જોવા મળતું નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પ્રધાનમંત્રી મોદીએ કર્યું રાષ્ટ્રગાનનું અપમાન...? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas

Result: False