વીડિયો ગેમની ક્લીપ અઝરબૈઝાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધના વીડિયોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અઝારબૈઝાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ARMA 3 નામની એક ગેમનો છે. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

News Continuous નામના ફેસબુક પેજ દ્વારા 9 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો અઝારબૈઝાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધનો છે.

screenshot-www.facebook.com-2020.10.12-21_44_48.png

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એક જાપાની યુટ્યુબ ચેનલ れいさいおんじ દ્વારા 22 ઓગષ્ટ, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ARMA 3 નામની એક ગેમનો છે. આ વીડિયો ગેમ આર્મી પર આધારિત છે. આ વીડિયોના અંતમાં જાપાની ભાષાનું લખાણ જોવા મળે છે. જેનો ગુજરાતીમાં અનુવાદ એવો થાય છે કે, “આ વીડિયો એક કલ્પના છે, જેમાં પાત્ર, નામ, ઘટના બધું જ કાલ્પનિક છે. જેનો વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી.”

Archive

આજ ગેમનો એક અન્ય વીડિયો પણ અમને પ્રાપ્ત થયો હતો. જેતમે અહીં જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના હવાઈ હુમલાનો વીડિયો Reuters દ્વારા 2 ઓક્ટોમ્બર, 2020 ના રોજ તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અઝરબૈઝાન અને આર્મેનિયાના યુદ્ધનો નહીં પરંતુ ARMA 3 નામની એક વીડિયો ગેમનો છે.

Avatar

Title:વીડિયો ગેમની ક્લીપ અઝરબૈઝાન અને આર્મેનિયા વચ્ચેના યુદ્ધના વીડિયોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False